કોડીનાર નજીક ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર

  • January 09, 2023 07:09 PM 

કોડીનાર નજીક ગંભીર અકસ્માત સર્જાતા ૧નું મોત અને એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.કોડીનાર મુળ દ્વારકા રોડ ઉપર ગત મોડી રાત્રીના ટ્રક અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત અને એકને ગંભીર ઇજા થતાં જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવેલ છે.
​​​​​​​
અકસ્માત અંગેની વિગત એવી છે કે કોડીનારના અજયભાઇ સવેરા તથા જીગ્નેશ દિનેશભાઇ નામના બે યુવાનો મુળ દ્વારકા તરફથી આવી રહ્યા હતાં ત્યારે સામેથી પુર ઝડપે આવતા ટ્રક નંબર જીજે-૧૪ડબલ્યુ-૬૩૬૪નાએ એક્ટિવાને હડફેટે લેતાં ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજય કાના સવેરા ઉ.વ.૩૨નું ઘટના સામે મૃત્યુ થયું હતું. જયારે જીગ્નેશ દિનેશભાઇને ગંભીર ઇજા થતાં તેને જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના બન્ને આગલા વ્હીલ નીકળી ગયા હતાં જેની નીચે એકટીવા કચડાઇ ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application