ઉના હાઈ-વે પર બે અકસ્માતમાં એકનું મોત અને એક વ્યક્તિ ગંભીર

  • June 23, 2023 01:49 PM 

ઉનામાં દિનપ્રતિદિન અકસ્માતોની ઘટના વધી રહી છે. ત્યારે છેલ્લા એક માસમાં પાંચથી છ અલગ અલગ અકસ્માતની ઘટના બની હોય ત્યારે ગઇ રાત્રિનાં સમયે વધું બે અલગ અલગ અકસ્માતો ઉના-ભાવનગર હાઇવે પર સર્જાયા હતા. જ્યાં એક અકસ્માતમાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં બાઇકને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનના પગ અને હાથ કચડી અજાણ્યો વાહન ચાલક નાશી ગયો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પસવાળા ગામે રહેતા જોરૂ જેમાભાઇ ગોહીલ પોતે બાઇક પર રાત્રિના ઉના તરફ આવતા હતા. એ દરમિયાન ઉના-ભાવનગર હાઇવે પર આવેલા રામેશ્વર ગામના પાટીયા પાસે ઉના તરફથી આવતા ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત સર્જાતા રસ્તા પર લોકો એકઠા થઇ ગયા અને ઇમજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પિટલે સારવાર મળે તે પહેલાજ જોરૂભાઇનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતા હોસ્પિટલે દોડી ગયા હતા. અકસ્માતમાં મોતની ઘટનાથી પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો.
​​​​​​​
જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી્ ઘટના સ્થળે ટ્રક મુકી નાશી છુટ્યો હતો. આ બાબતે મૃતકના ભાઇ ભગીરથસિંહ જેમભાઇ ગોહીલે પોલીસમાં ટ્રક ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. તેમજ ઉનાના કંસારી નજીક ભાવનગર હાઇવે બાયપાસ પર પાણીના ટાંકા પાસે બાઇક ચાલક રવિ જાલમભાઇ (રહે. નગડલા તા.કોડીનાર) પોતાની બાઇક પર જતો હતો. એ દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માતમાં યુવાનના પગ તેમજ હાથ કચડી અજાણ્યો વાહન ચાલક નાશી છુટ્યો હતો. આ અકસ્માત થતા વાહન ચાલકોએ ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા ભરત બાંભણીયા તેમજ કલ્પેશ પટેલ તાત્કાલીક ઘટના સ્થળેથી ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં પ્રથમ ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે બહાર રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application