તિરૂચિરાપલ્લીના ઈટારાઈમાં ઘરમાં સંતાડા હતા રોકડા એક કરોડ રૂપિયા

  • April 13, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણી ૨૦૨૪ સંપૂર્ણ નિષ્પક્ષ રીતે યોજવા ચૂંટણી પચં સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. અધિકારીઓ મતદારોને પ્રલોભન આપવા માટે અપાતી લાલચ અને રોકડ પર નજર રાખી રહ્યા છે ત્યારે ચૂંટણી લાઈંગ સ્કવોડના અધિકારીઓએ શુક્રવારે રાત્રે તમિલનાડુના તિરૂચિરાપલ્લીના એટ્ટરાઈ ગામમાં એક ઘરમાંથી ૧ કરોડની રોકડ જ કરી હતી, જે રાજયમાં લોકસભા માટેના મતદાન પહેલા આવી પહેલી જપ્તી હતી. જિલ્લા કલેકટર પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે, ચુંટણી ફલાઈંગ સ્કવોડના અધિકારીઓ તિચિરાપલ્લીના ઈટારાઈ ગામમાં ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની તલાશી લીધી હતી. તેમને એક થેલીમાં ભરેલી કુલ છ ૧ કરોડની નોટો મળી આવી હતી.પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે ત્રિચી જિલ્લા કલેકટર કચેરીમાં ચૂંટણી કંટ્રોલ મને એક ફોન આવ્યો હતો, જેના પરિણામે રોકડની વસૂલાત થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં એક ઘરમાં ચલણી નોટો રાખવામાં આવી હોવાની માહિતી મળતાં ચૂંટણી લાઈંગ સ્કવોડના અધિકારીઓ ત્યાં ગયા હતા.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આવકવેરા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આટલી મોટી રોકડ ઘરમાં કોણે રાખી હતી અને આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન તેનો ઉપયોગ કરવાનો હતો કે કેમ નોંધનીય છે કે તમિલનાડુની ૩૯ લોકસભા બેઠકો માટે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે મતદાન થવાનું છે. ૪ જૂને મતગણતરી થવાની છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application