આરબલુસ ગામમાં વિદેશી દારુના જથ્થા સાથે એક ઝડપાયો

  • August 12, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્લાયર પુત્રનું નામ ખુલતાં ફરાર જાહેર કરાયો : ૧૭૩ બોટલ જપ્ત

લાલપુરના આરબલુસ પ્લોટ વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડી અંગ્રેજી દારુની ૧૭૩ બોટલ કબ્જે લઇ એકની અટકાયત કરી હતી, જયારે એક શખ્સ નાશી છુટયો હતો.
લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા જેઠા ખેતાભાઇ પરમારના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો.
 જે દરોડા દરમિયાન રુા. ૮૬,૫૦૦ની કિંમતનો ઇંગ્લિશ દારુની કુલ ૧૭૩ બોટલો કબ્જે કરી લઇ દારૂના ધંધાર્થી જેઠા ખેતા પરમારની અટકાયત  કરી લેવામાં આવી છે, જયારે આ દારુનો જથ્થો તેનો જ પુત્ર ભાવેશ જેઠાભાઈ પરમાર કે જે હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે. બંનેની સામે પ્રોહી એકટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application