જામનગરમાં વિદેશી દારુની બોટલો સાથે એક પકડાયો

  • July 15, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિજયનગરમાં પોલીસનો દરોડો : જાલીયાદેવાણીમાં ૧૮ ચપટા સાથે એકની અટક : નાગનાથ ગેઇટ પાસે દારુના પાઉચ સાથે એક ઝપટમાં

જામનગરના ગોકુલનગર વિજયનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને અંગ્રેજી દારુની ૨૬ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો, જયારે દારુ આપનાર જુનાગઢના શખ્સનું નામ ખુલ્યુ હતું. જાલીયા દેવાણી ગામે ઇંગ્લીશ દારુના ૧૮ ચપટા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી તેમજ શહેરના નાગનાથ ગેઇટ પાસેથી વિદેશી દારુના ૭ પાઉચ સાથે એકને ઝડપી લીધો હતો.
જામનગરના ગોકુલનગર જકાતનાકા વિજયનગરમાં રહેતા હમીર ભીખા ચુડાસમા (ઉ.વ.૩૫) નામના શખ્સના કબ્જાના મકાનમાં સીટી-સી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૨૬ બોટલ સાથે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન દારુ જુનાગઢના ભાયા ઉર્ફે પ્રવિણ નામના શખ્સે પુરો પાડી એકબીજાને મદદગારી કરી હતી, બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં રહેતા રામસિંહ ઉર્ફે હકુભા બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.૪૨) નામના ઇસમના રહેણાંક મકાને ધ્રોલ પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુના ૧૮ ચપટા સાથે રેઇડ દરમ્યાન પકડી લીધો હતો. અને દારુ બાબતે પુછપરછ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગરના નાગનાથ ગેઇટ પાસે આવેલ મહેશ્ર્વરીનગરમાં રહેતા ગૌતમ ઉર્ફે દીવલો દેવા મકવાણા (ઉ.વ.૨૨) નામના શખ્સને વિદેશી દારુના ૭ પાઉચ સાથે નાગનાથ ગેઇટ પાસેથી સીટી-બી પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application