મોરઝરમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક પકડાયો

  • September 22, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

30 બોટલ અને મોબાઇલ કબ્જે લેતી પોલીસ


ભાણવડ તાલુકાના મોરઝર ગામે પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રબારી શખ્સ પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની કુલ 30 બોટલ તેમજ મોબાઇલ મળી કુલ ા. 12500નો મુદામાલ કબ્જે કરી રબારી શખ્સને દબોચી લીધો છે, જયારે પુછતાછમાં અન્ય એક ઇસમનું નામ ખુલતા તેને પકડવા પોલીસે શોધખોળ કરી છે.


આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ભાણવડના મોરઝર ગામે ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી, આથી પોલીસે તપાસ હાથ ધરી નદીના કાંઠા પાસે મગન ઉર્ફે નાથા વીરા મોરી નામના ઇસમની જડતી લેતા અલગ અલગ ઇંગ્લીશ ભારતીય બનાવટની દારૂની બોટલો મળી હતી જેથી પોલીસે કબ્જે કરી હતી.


પુછપરછમાં એક સપ્લાયર સુદા વીરા મોરીનું નામ ખુલ્યુ હતું. તેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે સ્થળ પરથી દારૂની કુલ 30  બોટલ અને ફોન મળી 12500નો મુદામાલ કબ્જે કર્યો હતો, આ કાર્યવાહી પીએસઆઇ એમ.આર.સવસેટા તથા સ્ટાફના ગીરીશભાઇ ગોજીયા, કિશોરસિંહ જાડેજા, વિપુલભાઇ હેરભા, મનહરસિંહ જાડેજા, વેજાણંદભાઇ સહિત રોકાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application