કૃષ્ણનગરમાં વિદેશી દારુની ૫૬ બોટલ સાથે એક ઝડપાયો

  • July 11, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે ફરાર : ડીફેન્સ કોલોનીમાં દારુના ૪૬ ચપટા સાથે મહિલાની અટક : સણોસરા પાટીયા, પાનેલી રોડ અને શાંતીનગરમાં શરાબ સાથે શખ્સો ઝપટે ચડયા

જામનગર શહેર, જીલ્લામાં ઇંગ્લીશ દારુ અંગે દરોડા યથાવત રહયા છે, ગઇકાલે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક શખ્સને અંગ્રેજી દારુની ૫૬ બોટલ સાથે પકડી લીધો હતો જયારે ડીફેન્સ કોલોનીમાં એક મકાનમાં દરોડો પાડીને એક મહીલાને વિદેશી દારુના ૪૬ ચપટા સાથે અટકાયત કરવામાં આવી હતી, તેમજ શાંતીનગર, પાનેલી રોડ અને સણોસરા પાટીયા પાસે દારુની બોટલો સાથે શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતા.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગારના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સીટી-સી ડીવીઝન પીઆઇ પી.એલ. વાઘેલા, સ્કોડના પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન હેડ કોન્સ નારણભાઇ સદાદીયા, પો.કોન્સ. હર્ષદભાઇ પરમાર, પો.કોન્સ હોમદેવસિંહ જાડેજો સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે કૃષ્ણનગર શેરી નં. ૩માં રહેતો કમલેશ પ્રકાશ કુરપરા (ઉ.વ.૨૩) પોતાના કબ્જાના ભોગવટાના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારુ રાખી વેચાણ કરે છે.
તેવી હકીકત આધારે રેઇડ દરમ્યાન ભારતીય બનાવટની રોયલ સ્ટેજ વ્હીસ્કી ૭૫૦ એમએલની ૫૬ બોટલ કી. ૨૮૦૦૦નો મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી, જયારે બે આરોપી રેઇડ દરમ્યાન વિરલ ઉર્ફે વીડી વિજય દુધરેજીયા રહે. કૃષ્ણનગર શેરી નં. ૩ અને કેયુર ઉર્ફે કૈયલો ગીરીશ ડોબરીયા રહે. ગોકુલનગર શેરી નં. ૧૪ ફરાર થઇ ગયા હતા.
બીજા દરોડામાં જામનગરના શાંતીનગર-૭માં રહેતા સહદેવસિંહ જટુભા જાડેજાને વિદેશી દારુની એક બોટલ સાથે સીટી-બી પોલીસે પકડી લીધો હતો, જયારે જામનગરના ડીફેન્સ કોલોનીમાં રહેતી શીલાબા ઉમેદસિંહ જાડેજાના ભોગવટાના મકાનમાં બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુના ૪૬ ચપટા કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામજોધપુરના લાડવા શેરીમાં રહેતા યશ દિનેશ ટાંકને અંગ્રેજી દારુની બોટલ સાથે પાનેલી નદીના પુલ આગળથી સ્થાનીક પોલીસે પકડી લીધો હતો તેમજ પડધરીના ગીતાનગરમાં રહેતા જસા લીંબા ઝુંઝા અને પડધરીના મોવૈયા ઢોળે રહેતા વસીમ સલીમ દલ આ બંને સણોસરા પાટીયા રોડ પર ઇકો ગાડીમાં ઇંગ્લીશ દારુની આશરે ૩૦૦ એમએલ ભરેલ બોટલ સાથે મળી આવતા ધ્રોલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
**
દ્વારકા નજીક પીધેલો શખ્સ છરી સાથે ઝડપાયો
દ્વારકાના નાગેશ્વર રોડ વિસ્તારમાંથી પોલીસે મેવાસા ગામના માલાભા પોલાભા કેર નામના ૩૫ વર્ષના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. ૨૦,૦૦૦ ની મોટરસાયકલ પર છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) તથા પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
**
પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયાની જી.વી.જે હાઈસ્કૂલ પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળેલા અહીંના વિનાયક સોસાયટી ખાતે રહેતા આકાશસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ. ૨૩)ને, દ્વારકાના નાગેશ્વર રોડ ઉપરથી રંગાસર ગામના કાનાભા જગાભા સુમણીયા (ઉ.વ. ૨૩) ને રૂ. ૨૦,૦૦૦ ની કિંમતના પલ્સર મોટરસાયકલ પરથી તથા દ્વારકામાં પટેલ સમાજ પાસેથી રૂ. ૨૦,૦૦૦ ની કિંમતના એકટીવા મોટરસાયકલ પર નીકળેલા દિવ્યરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૧) ને સ્થાનિક પોલીસે ઝડપી લઇ, કલમ ૧૮૫ વિગેરે મુજબ કાર્યવાહી કરી હતી.
**
ખંભાળિયામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર રહેતા મુસ્તાક ઉર્ફે જીગો અલીભાઈ બ્લોચ નામના ૨૬ વર્ષના શખ્સને પોલીસે શક્તિનગર વિસ્તારમાંથી દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે કલમ ૧૨૨ (સી) હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application