અભિનેત્રીએ 'પુષ્પા' ફિલ્મમાં ફક્ત આઇટમ નંબર માટે 5 કરોડ રૂપિયા ફી લીધી
સાઉથની સૌથી મોંઘી અભિનેત્રી સમંથા રૂથ પ્રભુનું અંગત અને ફિલ્મી જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. એક સમયે ગરીબીને કારણે ભણવાનું છોડી દેનારી સમંથા આજે 100 કરોડ રૂપિયાની માલિક છે.અલપ્પુઝામાં જન્મેલી સામંથાના પિતાનું નામ જોસેફ પ્રભુ અને માતાનું નામ નિનેટ પ્રભુ મલયાલી છે. સમંથાનો ઉછેર ચેન્નાઈમાં થયો હતો તેનું સાચું નામ યશોદા છે.
સામંથાનું અંગત અને ફિલ્મી જીવન પણ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. સામંથાને ફિલ્મો સાથે કોઈ સંબંધ નહોતો, પરંતુ ઘરની નબળી આર્થિક સ્થિતિએ તેને મોડેલિંગ તરફ વળી હતી. એક સમયે ગરીબીને કારણે ભણવાનું છોડી દેનારી સમંથા આજે 100 કરોડ રૂપિયાની માલિક છે. ઘણા સંઘર્ષ બાદ તેણે આ સ્થાન હાંસલ કર્યું છે.
આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસનું સપનું છોડી દેવું પડ્યું
પોતાનો અભ્યાસ પૂર્ણ કરતી વખતે સમંથાએ તેની ફી ચૂકવવા માટે મોડેલિંગ અસાઇનમેન્ટ્સ પણ કર્યા. રિપોર્ટ અનુસાર આગળ અભ્યાસ કરવા માંગતી સમંથા આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસનું સપનું છોડી દેવું પડ્યું હતું. અભિનય પહેલા સમંથાએ ઘણી અલગ અલગ નોકરીઓ કરી હતી. અભિનેત્રીએ ઘણા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે 2 મહિના સુધી માત્ર એક જ વાર ભોજન કરતી હતી કારણ કે તેની પાસે પૈસા ન હતા.
પાર્ટ ટાઈમ મોડલિંગ કરવાનું શરૂ કર્યું
સમંથાએ પૈસા કમાવવા માટે ઘણી નોકરીઓ કરવાની સાથે પાર્ટ ટાઈમ મોડલિંગ કરવાનું શરૂ કર્યું. આ તે સમય પણ હતો જ્યારે સમંથાનું જીવન બદલાવાનું હતું. એવું કહેવાય છે કે ફિલ્મ નિર્માતા રવિ વર્મને તેના મોડલિંગના દિવસોમાં તેની નોંધ લીધી હતી પહેલી ફિલ્મ 'યે માયા ચેસાવે' મળી હતી.
2010 માં અભિનેત્રીની 4 વધુ ફિલ્મો રીલીઝ થઈ હતી. આ પછી સામંથા તેની કારકિર્દીમાં આગળ વધતી રહી અને ક્યારેય પાછળ વળીને જોયું નથી.અભિનેત્રી આજે 101 કરોડ રૂપિયાની માલિક છે. હૈદરાબાદના જ્યુબિલી હિલના અન્ના પૂર્ણા સ્ટુડિયોમાં તેમનું આલિશાન ઘર છે. આ સિવાય સમંથાનું મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે, જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આટલું જ નહીં, સમંથા સાઉથની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. તે એક ફિલ્મ માટે 3.5 થી 4 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. તે જ સમયે, અભિનેત્રીએ 'પુષ્પા' ફિલ્મમાં ફક્ત આઇટમ નંબર માટે 5 કરોડ રૂપિયા ફી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech