વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે દ્વારકા અને નાગેશ્વર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

  • September 28, 2023 10:37 AM 

મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો, ગ્રામજનો જોડાયા



યાત્રાધામ દ્વારકા અને પ્રખ્યાત જ્યોર્તિલિંગ નાગેશ્વર મહાદેવ મંદિર નજીક ભારત સરકાર અને સ્થાનિક પ્રસાશન દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રવાસન સ્થળની સાફ-સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ વહેતો કરાયો હતો.


આ વખતે વિશ્વ પર્યટન દિવસની થીમ "ટ્રાવેલ ઓફ લાઈફ"ના અનુસંધાને તીર્થ નગરી દ્વારકા કે જ્યાં પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે, ત્યાં સ્થાનિકોની આજીવિકાને પણ નોંધપાત્ર ફાયદો થયો છે.


ટ્રાવેલ ઓફ લાઈફ"ની થીમ સાથે અહીં સફાઈ અભિયાન પણ કરવામાં આવી રહ્યું છે. વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે વિશ્વભરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિશ્વ પ્રવાસન દિવસ નિમિતે તા. 27 સપ્ટેમ્બરના રોજ વિખ્યાત પ્રવાસનધામ દ્વારકા અને પ્રખ્યાત જ્યોર્તિલિંગ નાગેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં પ્રવાસન સ્થળની સાફ સફાઈ કરવામાં આવી હતી.

અહીં લોકોને સ્વછતા રાખવા સપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં નગરપાલિકાના ચીફ ઓફીસર ઉદય નશીત સહિત કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application