પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પિતૃતર્પણ માટે માનવ મહેરામણ છલકાયો

  • September 16, 2023 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાચી તીર્થ....સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા, પુજા અર્ચના કરવા, સરસ્વતી નદીમાં સ્નાન કરવા મધરાત્રીથી જ પ્રારંભ થયો હતો. આ દિવસે પિતૃઓને પીપળે પાણી રેડવાનું અનેરુ મહત્વ છે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણી અમાસ નિમિતે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયો અને મધરાત્રિથી જ પિતૃનો પ્રારંભ થયો હતો. જેમ જેમ રાત વીતતા જ તેમ તેમ શ્રધ્દ્રાળુ આવા માડયા હતા. સૌ પ્રથમ પૂર્વવાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરી મોક્ષ પીપળે ઓમ સર્વે પિતૃભ્યોનમ: બોલી પિતૃઓના આત્માને શાંતિ માટે પોત પોતાના પિતૃઓનું નામ લઈને મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓને આત્માને શાંતિ માટે ૧૦૮ પ્રદિક્ષણા ફરીને પુણ્યનું ભાથું બાંધે છે. અમાસ હોવાથી તીર્થ સ્થાનનું પણ અનેરુ મહત્વ હોય છે. આથી આ દિવસે તથા પૂનમનું શ્રાધ પણ કરાય છે. આ દિવસે દાનનું પણ અનેરુ મહત્વ છે.પિતૃદોષનિવારણ માટે ઉત્તમ દિવસ ગણાય છે.જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી અમાસના દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં પ્રાચી તીર્થની પૂર્વ વાહિની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશકિત દાન- દક્ષિણા બ્રાહૃણોના આપી સરસ્વતી નદીમાં બિરાજતા માધવરાયજી પ્રભુના દર્શન કરી સરસ્વતી નદીના તટ પર બિરાજતાછ શિવ મંદિરોમાં પણ પોતાની શ્રધ્દ્રાપૂર્વક પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી પુણ્યનું ભાથું બાંધે છે. લોકમેળામાં ભારે માત્રામાં સ્વયંભૂ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ લોકમેળામાં અમાસના દિવસે સો વાર કાશી એક વાર પ્રાચી હજારો યાત્રાળુઓ આવતા હોય છે. ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. અને રોડ પર ટ્રાફિક જામ જોવા મળે છે. જેમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વાઘેલા તથા તેમના સ્ટાફ દ્વારા સુરક્ષાને લઈને સુંદર વ્યવસ્થા ગોઠવી સુંદર કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application