વસંતપંચમીના રોજ જામનગર, ખંભાળીયા અને રાજકોટમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિનાં સમુહલગ્ન યોજાશે

  • February 01, 2025 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા.૨-૨-૨૫ને વસંતપંચમીનાં રોજ  સમસ્ત વરીયા પ્રજાપતિ જ્ઞાતિનાં જામનગર, જામખંભાળીયા તથા રાજકોટ ખાતે સમુહલગ્નોત્સવ યોજાશે, જેમાં જામનગરમાં ૨૦, જામખંભાળીયામાં ૧૧ અને રાજકોટમાં ૧૨ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. 
જામનગરમાં સાતરસ્તા પાસે આવેલ ઓશવાળ સેન્ટર ખાતે જ્ઞાતિનો ૩૭મો સમુહલગ્નોત્સવ યોજાશે, વિદેશથી પધારેલા મહેમાનો, સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવશે, ક્ધયાઓને દાતાઓ તરફથી ભેટ વસ્તુઓ આપવામાં આવશે, સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમુહલગ્ન સમિતિ, કારોબારી સમિતિ અને યુવક મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application