સોમનાથમાં તા.૧૧થી ૧૫ સુધી કાર્તિકી પૂર્ણિમા મેળામાં ૧૫૦ સ્ટોલ્સનું આયોજન
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષેા જૂની પરંપરા મુજબ પચં દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળાની તૈયારીનો ધમધમાટ આજથી શ થયો છે. મેળાના પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિર રાતના એક સુધી ખુલ્લ ુ રહેશે.
બાયપાસ સદ્દભાવના મેદાનમાં તા.૧૧ નવે. થી ૧૫ નવે. સુધી યોજાનાર પંચદિવસીય મેળામાં સ્ટોલ લેવા ઈચ્છુક ધારકો માટે મેળાના મેદાનમાં ખાસ મંડપ ખડો કરાયો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટ, જીલ્લ ા વહીવટી તંત્ર, પોલિસ તત્રં ઉપસ્થિત રહેશે. અંદાજે ૧૫૦ જેટલા સ્ટોલ્સો મેળામાં રખાશે. જયારે ગ્રામઉધોગ, હાથશાળ, જેઈલ ભજીયાં સહિતના ધ્યાનાકર્ષક સ્ટોલ્સ રહેશે. આ ભાતિગળ મેળા માટે સાંસ્કૃતિક કલાકારો–પ્રદર્શનોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.
મેળા મેદાન ખાતે કાચા સ્ટોલ ઉભા કરી પ્રત્યક્ષ નિર્દેશન તથા બે સ્થળે મેપ મુકી માહિતગાર કરાયેલ છે. મેળામાં પર્ફેામિંગ સ્ટેજ, સાંસ્કૃતિક પ્રોગ્રામ, પીવાના પાણી વ્યવસ્થા, આઈસ્ક્રીમ પાર્લર વિભાગ, સ્ટેન્ડ બાય ફાયર બ્રિગેડ–૧૦૮ ઈમરજન્સી રોડ, આવક–જાવકના અલગ રસ્તાઓ, ૩૬૫૦૦ સ્કેવર મીટરમાં કાર પાકિગ, ૭૩ બાય ૧૪૦ મીટરમાં રાઈડસ, ૪૫ બાય ૫૦ મીટરમાં ઈન્ડેક્ષ સ્ટોલ, ફુડ સ્ટોલ, મેળામાં ૩૮ મીટરનો અને સાઈડનો ૯ મીટરનો રોડ અને મેળાના સમાપન દિવસે કાર્તિકી પૂર્ણિમાએ સોમનાથ મહાદેવનું મંદિર રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લ ુ રહેશે જેનો દર્શન નો લાભ મળશે. મેળાના સ્ટોલ ઈચ્છુક કે મેળવનારાઓને ફોર્મમાં અને માઈક સંબોધનમાં ખાસ અપીલ કરવામાં આવી છે કે સરકારના જે કાંઈ નિયમો– લાયસન્સો–સલામતીના પગલાઓ, વિધુત જોડાણને ઈલેકટ્રીકલ ઈન્સ્પેકટર પાસે નિરીક્ષણ લાગુ પડતા સ્ટોલોએ જાતે જ કરાવવાનું રહેશે.
અલ્પાહાર સહિત તમામ સ્ટોલ ધારકોએ સફાઈ રાખવી, કચરા પેટીનો ઉપયોગ કરવો, શિષ્ટ્ર અને સંસ્કારી મનોરંજન જ પીરસવું વગેરે સુચનો ઉપરાંત મેળા મેદાનમાં અલગથી વાહન પાકિગ, સ્ટેન્ડ બાય જનરેટર – પુછપરછ ઓફીસ, હંગામી ટોયલેટ વ્યવસ્થા ગોઠવાયેલ છે. મેળામાં દરરોજ રાત્રે દેશ–ગુજરાતના જાણીતા કલાકારોના લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો – સંગીતનું આયોજન થઈ રહ્યું છે. જે આખરી ઓપ અપાઈ રહ્યો છે. એસ.ટી. અને સીટી બસ વ્યવસ્થા અંગે પણ આયોજન વિચારાઈ રહેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech