રાજકોટ શહેરમાં હત્યાના પ્રયાસ, મારામારી સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા અને પાસામાં જઈ ચુકેલા કુખ્યાત શખસ ભરત રઘુભાઈ કુંગશીયાએ ફરી લખણ ઝળકાવ્યા છે.
પોપટપરા વિસ્તારમાં ડેરીફાર્મ ધરાવતા અને રોણકીમાં કરોડોની કિંમતની ખેતીની જમીન ધરાવતા પટેલ વેપારી પ્રવિણભાઈ રવજીભાઈ કાકડીયા (રહે. ન્યુ ગાંધીનગર સોસાયટી શેરી નં.૮, નાનામવા રોડ)ને દુકાન પર કારમાં ધસી જઈ ધારીયું બતાવી પુરા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ચાર દિવસ બાદ ગુનો નોંધી ભરતની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ફરિયાદી પ્રવિણભાઈ કાકડીયા ઉ.વ.૫૬ પોપટપરા શેરી નં.૧૩માં રામજી મંદિર પાછળ રાધીકા ડેરીફાર્મના નામે દુકાન ધરાવે છે. ગત તા.૪ના રોજ સવારના ૧૧ વાગ્યાના અરસામાં પ્રવિણભાઈ તેમજ અન્યો વિજયભાઈ બારડ, નીતીનભાઈ બાટીયા તથા પરબતભાઈ દુકાન પર હતા તે સમયે રોણકી ગામે રહેતો ભરત કુંગશીયા સ્કોર્પીયો કાર લઈને દુકાને આવ્યો હતો. દુકાન સામે ઉભા રહીને પ્રવિણભાઈને બોલાવતા પ્રવિણભાઈ કાર પાસે ગયા હતા ત્યારે ભરતે પ્રવિણભાઈને ધમકી આપી હતી કે, મારી સામે જેટલા કેસ કરવામાં આવ્યા છે તે કેસ કોર્ટમાંથી પરત ખેંચી લેજો. મારી સાથે સમાધાન કરી લો. જો કેસ પાછા નહીં ખેંચો તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ.
ધમકી આપીને આરોપીએ સ્કોર્પીયો કારમાં રહેલું ધારીયું પ્રૌઢ પ્રવિણભાઈને બતાવ્યંું હતું અને ધમકી આપી હતી કે, હત્પં હથીયાર સાથે રાખું છું. પુરા પરિવારને પતાવી દઈશ. ધમકી આપીને આરોપી કાર લઈને નીકળી ગયો હતો. બનાવ સંદર્ભે તા.૭ના રોજ પ્રવિણભાઈએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. જે અરજી અનુસંધાને પ્ર.નગર પોલીસે ભરત કુંગશીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષેાથી ભરત કુંગશીયા અને કાકડીયા પરીવાર વચ્ચે જમીન બાબતે તકરાર ચાલી રહી છે. અગાઉ પ્રવિણભાઈ અને તેના પરિવારજનો પોપટપરામાં રહેતા હતા ત્યારે ભરત તથા તેની સાથેના શખસોએ ભુતવડની જમીન બાબતે ખુની હત્પમલો કર્યેા હતો અને આ ઉપરાંત ભરત સામે અન્ય પણ ગુનાઓ નોંધાયેલા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભરતના ભાઈએ આ બનાવમાં ફરિયાદ નોંધાયાના એક દિવસ પુર્વે જ ભરત સાથે પરિવારને કોઈ સંબધં નથી તેવી જાહેર ખબર પણ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech