ખંભાળિયામાં રેલ્વે સ્ટેશનના મેઈન ગેટ પાસે જાહેરમાં ટ્રાફિકને અડચણરૂપ ઇક્કો વાહન પાર્ક કરવા ઉપરાંત આ વાહનમાં બ્લેક ફિલ્મ લગાવવા સબબ નાઘેડી ગામના પ્રતાપ વરજાંગ રૂડાચ (ઉ.વ. 27) સામે ખંભાળિયા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ જ રીતે અન્ય એક કાર્યવાહીમાં પોલીસે અહીંના રેલ્વે સ્ટેશનના એન્ટ્રી ગેઈટ પાસે રાખેલી કાળા કલરના કાચ લગાવેલી એક્કો કારના ચાલક એવા રામનગર વિસ્તારમાં રહેતા વિરમ વિજય ઓડેદરા (ઉ.વ. 28)સામે આઈપીસી કલમ 188 તથા 283 મુજબ ગુનો નોંધ્યો છે.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા જીવાભાઈ દેવશીભાઈ ટોયટા નામના 28 વર્ષના શખ્સ દ્વારા તેની માલધારી હોટલમાં સીસીટીવી કેમેરા ન લગાવતા તેની સામે અહીંના પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાંથી પોલીસે મોહિત રાજેન્દ્રભાઈ ડોરૂ (ઉ.વ. 24) નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ લાયસન્સ વગર રૂપિયા 30,000 ની કિંમતના ઓટો રીક્ષા ચલાવતા ઝડપી લઈ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech