Odisha Train Accident: રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, અકસ્માતની તપાસ CBI કરશે

  • June 04, 2023 10:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હવે યુદ્ધના ધોરણે રેલ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોર જિલ્લાના બહાનાગા પાસે ટ્રેન અકસ્માતની સીબીઆઈ તપાસ કરાવવા માટેની જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવે રેલ સદન, ભુવનેશ્વર ખાતે મીડિયા સાથે વાત કરતા CBI તપાસ અંગે માહિતી આપી હતી.


શનિવાર સવારથી દુર્ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરીની દેખરેખ રાખી રહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સીબીઆઈ તપાસ હાથ ધરવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, "જે સંજોગોમાં અકસ્માત થયો હતો તેને ધ્યાનમાં લઈને રેલ્વે બોર્ડે સીબીઆઈને તપાસ માટે ભલામણ કરી છે.


મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ 
રાજ્ય સરકારની મદદની સાથે કેન્દ્ર બાલાસોર, કટક અને ભુવનેશ્વરની વિવિધ હોસ્પિટલમાં દાખલ ઘાયલ દર્દીઓને તમામ શક્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું, 'હોસ્પિટલમાં દર્દીઓને દરેક સુવિધા આપવામાં આવી રહી છે. ડોકટરોની ટીમ ચોવીસ કલાક દર્દીઓની સંભાળ લઈ રહી છે.તેમણે કહ્યું કે સરકાર મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application