અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક ગઈકાલે એક પેસેન્જર વિમાન અને લશ્કરી હેલિકોપ્ટર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં બે વિમાનમાં સવાર તમામ 67 લોકોના મોત થયા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે આ જીવલેણ અકસ્માતમાં ’કોઈ બચ્યું નથી’.આપણા દેશની રાજધાનીમાં તે એક કાળી અને પીડાદાયક રાત હતી.આ તકે ટ્રમ્પએ હવાઈ દુર્ઘટના માટે ઓબામા અને બાઇડેનની નીતિઓને જવાબદાર ઠેરવી હતી.
વોશિંગ્ટન ડીસીના ફાયર ચીફે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ હવે એવા તબક્કે છે જ્યાં તેઓ બચાવ કામગીરીને હવે લાશો ગોતવાની કામગીરીમાં તબદીલ કરી છે. અત્યાર સુધીમાં 28 મૃતદેહ મળી આવ્યા છે..
બુધવારે મોડી રાત્રે યુએસ આર્મીનું બ્લેક હોક હેલિકોપ્ટર એક પેસેન્જર જેટ સાથે અથડાયું. કેન્સાસથી વિમાન વોશિંગ્ટન ડીસીના રીગન નેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો. અથડામણ પછી, વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો અને તે બે ટુકડા થઈ ગયું અને પોટોમેક નદીમાં પડી ગયું. હેલિકોપ્ટર પણ નીચે પડી ગયું. વિમાનમાં 60 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો હતા, જ્યારે હેલિકોપ્ટરમાં ત્રણ લશ્કરી કર્મચારીઓ સવાર હતા. અધિકારીઓએ પાછળથી કહ્યું કે તેમાં કોઈ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સામેલ નથી. અકસ્માત બાદ તરત જ નદીમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે કોઈના બચવાની શક્યતા નથી. આ સમયે અમને નથી લાગતું કે કોઈ બચી ગયું છે, વોશિંગ્ટન ફાયર ચીફ જોન ડોનેલીએ રીગન નેશનલ એરપોર્ટ પર એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
અકસ્માતના કારણોની તપાસ કરાશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરશે અને ખાતરી કરશે કે આવું ફરી ક્યારેય ન બને. અમને ખબર નથી કે આ અકસ્માતનું કારણ શું હતું, પરંતુ અમારા કેટલાક ખૂબ જ મજબૂત મંતવ્યો અને વિચારો છે.ટ્રમ્પે કહ્યું કે તે સમયે લશ્કરી હેલિકોપ્ટર ખૂબ જ ખરાબ હવાઈ માર્ગ પર હતું. ટ્રમ્પે કોઈ પુરાવા આપ્યા વિના, બરાક ઓબામા અને જો બિડેનની વિવિધતા નીતિઓ હેઠળ કરવામાં આવેલી નિમણૂકો પર જીવલેણ અકસ્માત પછી નબળા સલામતી ધોરણોને દોષી ઠેરવ્યા. અને કહ્યું કે મેં સુરક્ષાને પ્રથમ સ્થાન આપ્યું. ઓબામા, બિડેન અને ડેમોક્રેટ્સ નીતિને પ્રથમ રાખે છે. અમને એવા લોકો જોઈએ છે જે સક્ષમ હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech