ધ્રાફા ખાતે સગર સમાજ નનેરા પરિવાર દ્વારા સતીઆઈ માતાજી મંદિરે નૂતન શિખર મહોત્સવની ઉજવણી

  • May 10, 2023 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધર્મોત્સવમાં સાંસદ પૂનમબેન માડમ રહ્યાં ઉપસ્થિત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે સમસ્ત સગર સમાજના નનેરા પરિવાર દ્વારા આયોજીત સતીઆઇ માતાજી મંદિર નૂતન શિખર મહોત્સવ  યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં સગર સમાજ નનેરા પરિવારના સભ્યો સહપરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ ધર્મોત્સવમાં સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
દુનિયાની સૌથી લાંબી બાજરીની પ્રતિકૃતિ બનાવી  આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ ના વડાપ્રધાનની પહેલ ને એક કદમ આગળ વધારવામાં  આવી તથા સૌથી મોટી આંખ ની કીકી આરસના પથ્થર માંથી બનાવી વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. આ સમયે સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application