હવે મહિલા કર્મચારીઓને મળશે પિરીયડસ લીવ: સિક્કિમ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

  • May 29, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિક્કિમ હાઈકોર્ટે મહિલા કર્મચારીઓને પિરીયડસ લીવ આપવાની જાહેરાત કરી છે. કોર્ટનો આ નિર્ણય માસિક ધર્મ સ્વચ્છતા દિવસની પૂર્વ સંધ્યાએ આવ્યો છે, જેને ખૂબ આવકારદાયક ગણાવવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિશ્વનાથ સોમદારની મંજૂરી મળ્યા બાદ ગઈકાલે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કર્મચારીઓને મહિનામાં ૨–૩ દિવસની માસિક રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સિક્કિમ એક નાનું હિમાલયન રાય છે જે વિધાર્થિનીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં સુધારો કરવામાં મોખરે છે. ઉપરાંત, તે માતાઓને સશકિતકરણ કરવામાં અને વંધ્ય યુગલોને આઈવીએફ દ્રારા બાળક પેદા કરવામાં મદદ કરવામાં અગ્રેસર છે.
સિક્કિમ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પ્રવલ ખાટીવાડા દ્રારા આ અંગેની સૂચના જારી કરવામાં આવી હતી. આ મુજબ હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં મહિલા કર્મચારીઓ હવે મહિનામાં બેથી ત્રણ દિવસની માસિક રજાનો લાભ લઈ શકશે. જો કે, તેઓએ પહેલા હાઇકોર્ટ સાથે જોડાયેલા મેડિકલ ઓફિસરનો સંપર્ક કરવો પડશે. આ પછી, આવી રજા માટે ભલામણ પત્ર મેળવવો પડશે. આ સાથે સંબંધિત નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 'આવી રજા લેવાથી તમારી બાકીની રજાઓ પર કોઈ પણ રીતે અસર નહીં થાય.'
કોર્ટના આ નિર્ણયની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો આ અંગે ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ આ નિર્ણયને મોટાભાગે આવકાર્યેા છે. એક યુઝરે કહ્યું, 'મહિલા કર્મચારીઓને માસિક ધર્મના કારણે દર મહિને ૨–૩ દિવસની રજા મળશે. આવી રજાના મહત્વને ઓળખવા બદલ સિક્કિમ હાઈકોર્ટને અભિનંદન.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application