હવે રોબોટ ખવડાવશે પાણીપુરી, અમદાવાદના આ યુવાને બનાવ્યું પાણીપુરીનું ઓટોમેટિક મશીન

  • June 07, 2023 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતીમાં કહેવત છે ‘કરવું નથી કામ જેને રસ્તો તેને મળતો નથી કરવું છે કામ જેને હિમાલય પણ નડતો નથી’ કંઈક કરવું જ છે અને ધગશ હોય તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રસ્તો નીકળી જ જાય છે. આ કહેવતને યથાર્થ કરતી આવી જ એક કહાની છે અમદાવાદના યુવાનની છે જેણે ભણતા ભણતા મગજમાં રહેલો આઇડિયા હકીકત બનાવવા માટે નાનકડી કંપની સ્થાપી જે પાંચ જ વર્ષમાં રુપિયા 11 કરોડના ટર્ન ઓવર ઉપર પહોંચી ગઈ છે. આ કંપની પાણીપુરી માટે પુરી અને પાણી તૈયાર કરતું ઓટોમેટિક મશીન બનાવી રહી છે.

પાણીપુરી સહિત એક ડઝન વસ્તુના ઓટોમેટીક મશીન અમદાવાદી યુવા ઉદ્યોગસાહસિક આકાશ ગજ્જરની ફેક્ટરીમાં આવો ત્યારે રોબોટ ચા સાથે તમારું સ્વાગત કરશે. આ રોબોટ પણ તેમની જ ફેક્ટરીમાં બને છે.

ત્યારબાદ જેવા તમે આગળ વધો તમને ઘણા નાના-મોટા પાણીપુરી મશીનો જોવા મળશે. માત્ર ગોલગપ્પા જ નહીં પણ ચા, શેરડીનો રસ, પાપડ, ફ્રેન્ચ ફ્રાઈસ અને અન્ય ઘણા મશીનો પણ બનાવે છે આકાશ ગજ્જરની ફેક્ટરી.

તેમની સૌથી વેચાતી પ્રોડક્ટ એટલે પાણીપુરીનું મશીન 1 કલાકમાં 3000 થી 1.5 લાખ પુરી બનાવે છે. પાણીપુરીનું પાણી બનાવવા માટે આકાશે એક પેસ્ટ તૈયાર કરી છે, જેને જો તમે શુદ્ધ પાણીમાં મિક્સ કરો તો તે પાણીપુરીનું સ્વાદિષ્ટ પાણી બની જાય છે

આકાશનું સ્ટાર્ટઅપ માત્ર પાણીપુરીના જ મશીનો નથી બનાવતું પણ ચા, શેરડીનો રસ, મુખવાસ, રોટલી, રોબોટ, પેકેજિંગ, ફ્રાઈસ અને પાપડ જેવી વસ્તુઓ માટે ઓટોમેટિક મશીન પણ બનાવે છે. ગુજરાત સરકારે પણ તેમનું સન્માન કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application