હવે આંખોનું ૩d સ્કેન તમને જણાવશે કે તમારી કિડની કેવી છે ?

  • December 07, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે આંખોના થ્રીડી સ્કેન દ્રારા કિડનીની તંદુરસ્તી જાણી શકાય છે. એડિનબર્ગ યુનિવર્સિટી દ્રારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ ઓપ્ટિકલ કોહેરેન્સ ટોમોગ્રાફી (ઓસીટી) ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૩ડી ફોટાની મદદથી કિડનીની બિમારીની ઓળખ કરી છે. આ શોધ કિડની રોગની સારવારમાં ક્રાંતિ લાવી શકે છે. કારણ કે કિડનીની બીમારી સામાન્ય રીતે મોડેથી ઓળખાય છે, જે તેને અસાધ્ય બનાવે છે. સંશોધકોએ ૨૦૪ કિડનીના દર્દીઓની તસવીરોનો અભ્યાસ કર્યેા, જેમાંથી ૮૬ ને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ક્રોનિક દર્દીઓના રેટિના પ્રમાણમાં સ્વસ્થ દર્દીઓ કરતા પાતળા હતા. એવું પણ બહાર આવ્યું હતું કે કિડનીની કામગીરીમાં ઘટાડો થવાને કારણે રેટિના પણ પાતળી થવા લાગી હતી. મહત્વનું છે કે સંશોધકોએ રેટિનામાં ફેરફારોને શોધવા માટે આંખના પાછળના ભાગમાં પેશીઓની વિસ્તૃત છબીઓનો ઉપયોગ કર્યેા, જે પ્રકાશને અનુભવે છે અને મગજને સંદેશા મોકલે છે. તેઓએ જોયું કે છબીઓ કિડનીના સ્વાસ્થ્યને મોનિટર કરવા માટે ઝડપી, બિન–આક્રમક રીત પ્રદાન કરે છે. આ અભ્યાસ નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application