મહારાષ્ટ્ર્રમાં ૨૦૧૯માં ભાજપની સાથે મળીને સરકાર રચવા માટેની વાટાઘાટો વખતે ઉધોગપતિ ગૌતમ અદાણી ઉપસ્થિત હોવા બાબતે હવે શરદ પવારે વટાણા વેરી નાખ્યા છે અને કહ્યું છે કે ગૌતમ અદાણીના ઘરે બેઠક યોજાઈ હતી. અજીત પવારે ત્રણ દિવસ પહેલા એવું કહીને દેશભરના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધા બાદ અજીત પવારે તો ગઈકાલે ફેરવી તોળીને ખુલાસો કર્યેા કે અદાણી હાજર નહોતા, તેના ગેસ્ટ હાઉસમાં મીટીંગ થઇ હતી પણ તેના કાકા શરદ પવારે હવે મોઢું ખોલ્યું છે અને કહ્યું છે કે દિલ્હીમાં એક બેઠકમાં પોતે હાજર હતા અન તે ગૌતમ અદાણીના ઘરે જ યોજાઈ હતી. અદાણીએ રાત્રી ભોજનનું આયોજન કયુ હતું. પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો.
અજિત પવારે કહ્યું કે ઉધોગપતિ ગૌતમ અદાણી ૨૦૧૯માં ભાજપ અને અવિભાજિત શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી વચ્ચે થયેલી રાજકીય વાટાઘાટોનો ભાગ હતા. વડા શરદ પવારે જણાવ્યું હતું કે બેઠક, યાં તેઓ હાજર હતા. નવી દિલ્હીમાં અદાણીના નિવાસસ્થાને યોજાયો હતો. જોકે, તેમણે ઉમેયુ હતું કે અદાણીએ રાત્રિભોજનનું આયોજન કયુ હતું પરંતુ રાજકીય ચર્ચાઓમાં ભાગ લીધો ન હતો. પવાર સિનિયરે ધ ન્યૂઝ મિનિટ–ન્યૂઝલોન્ડ્રી સાથેની મુલાકાતમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે તેમના સિવાય અદાણી, અમિત શાહ અને અજિત પવાર હાજર હતા. અજિત પવારની વહેલી સવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ પહેલાં સત્તા–વહેંચણીની વાટાઘાટો થઈ હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ તરીકે હતા, જે માંડ ૮૦ કલાક સુધી ચાલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech