મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કુખ્યાત ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી ભારત લાવવામાં આવ્યો છે.ચીનમાં છુપાયેલા આ આરોપીને પકડી ને ભારત લાવવાનું કામ ખુબ જ કપરું બની ગયું હતું.20 વર્ષથી તે દેશની પોલીસ ને ચકમો આપીને નાસતો ફરતો હતો. ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી ભારત લાવવાનું પોલીસ અને ખુફિયા એજન્સીઓ માટે મુશ્કેલ બની ગયું હતું.પ્રસાદ પૂજારી છેલા ઘણા વર્ષોથી ચીનમાં છુપાયો હતો. એજન્સીઓને પ્રસાદ પૂજારી વિશે એ પણ જાણવા મળ્યું હતું કે તેણે પોતાને વધુ સુરક્ષિત રાખવા માટે એક ચીની મહિલા સાથે લગ્ન કયર્િ હતા.જેથી તેને કોઈ ત્યાંથી કાઢી ન શકે. પ્રસાદ પૂજારીને ચીનની મહિલા સાથે એક બાળક પણ છે જેની ઉંમર લગભગ ચાર વર્ષ છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 2020માં પૂજારીની માતાની ધરપકડ કરી હતી. તે સમયે પોલીસને માહિતી મળી હતી કે પ્રસાદ પૂજારીના વિઝિટ વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે અને તે સમયે તેને ભારત લાવવામાં આવશે તેવી ધારણા હતી.પરંતુ તેમ બન્યું ન હતું અને તે ભાગતો ફરતો હતો.
ગેંગસ્ટર પ્રસાદ 20 વર્ષથી ફરાર હતો અને ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ બહાર પાડી હતી. પૂજારી વિરુદ્ધ મુંબઈમાં હત્યા અને લોકોને ધમકી આપવાના અનેક આરોપો નોંધવામાં આવ્યા છે. પ્રસાદ પૂજારી મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચથી બચીને ચીન ભાગી ગયો હતો.ત્યારથી તેને ઝડપી લેવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech