અંગો ન મળવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થવા દેવાશે નહીં

  • February 20, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં જીએમઈ આરએસ હોસ્પિટલ, સત્યમ સેવા યુવક મંડળ,પંજુરી આઈ કલેક્શન સેન્ટર, ના ઉપક્રમે અંગદાન અંગે લોકોને જાગૃત કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોમાં જ અંગદાન માટે જાગૃતતા છે.ત્યારે અંગદાન ને લઇ લોકોની માન્યતા દૂર થાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરવા પ્રેરિત ાય તે માટે   સિવિલ હોસ્પિટલ ખાતે  સૌપ્રમવાર અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. સંસઓ તબીબો અને આગેવાનોની ઉપસ્િિતમાં  અંગદાન ની પહેલ કરી હજારો લોકોને નવજીવન આપનાર સુરતની લાઈફ ડોનેટ સંસ દ્વારા અંગદાન અંગેની કામગીરી અંગે માહિતી આપી હતી. 

કાર્યક્રમ પ્રારંભે સિવિલ સુપ્રીડેન્ટ કૃર્તા બ્રહ્મભટ્ટ દ્વારા આફતને અવસરમાં પલટાવતા અંગદાન ના કાર્યક્રમમાં લોકો અને સમાજ વધુ જાગૃત થાય તે માટે તાકીદ કરી જુનાગઢ હોસ્પિટલ ના ઓર્ગન સેન્ટર દ્વારા વધુને વધુ લોકો ને જીવનદાન મળે તે માટે કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ચાપરડા ના મહંત મુક્તાનંદજી બાપુ દ્વારા વદાન અને વિદ્યાદાન ની જેમ અંગદાનને પણ મહત્વ આપી કોઈનો જીવ બચાવવામાં આંગળી ચીંધવાનો પુણ્ય પણ લેવા જણાવી પીડીતોને તાકાત આપી પડેલાને ઉભા કરવા ઉભેલાને ગતિ આપવા કામગીરી કરી અંગદાન ની સાચવવા માટે તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.અમેરીકા સહિતના દેશોમાં તો લાઇસન્સ ની પ્રક્રિયા સો જ અંગદાન અંગેની લોકોની સહમતી અંગેની કામગીરી કરવામાં આવે છે જેી અંગદાન માટે કોઈને  શોધવા પડતા ની તેવી જ રીતે ભારતમાં પણ સરકાર અંગદાન અંગે આ પ્રક્રિયા કરે તો જરૂરિયાત સમયે લોકોને અંગ મળી રહે. 

મુક્તાનંદજી બાપુના હસ્તે અંગદાન કરેલ પરિવારના  અશોકભાઈ રાજપરા, બરકતભાઈ અને રાજય ભાઈ ઠાકર સહિતનાઓનું સન્માન કર્યું હતું. જાગૃતિ લક્ષી કાર્યક્રમ અંતર્ગત સુરતની લાઈફ ડોનેટ સંસના પ્રમુખ અને સપક નિલેશ મંડલેવાલાએ જણાવ્યા મુજબ બ્રેઈન ડેડ નાર વ્યક્તિ તેનું અંગદાન કરી શકે છે શરીરના ફેફસા,  લીવર, હા, નાનું આંતરડું ,હૃદય કિડની સ્વાદુપિંડ , અને સામાન્ય મૃત્યુ બાદ આંખ હાડકા હૃદય વાલ્વ અને ચામડી નુ દાન કરી શકાય છે.અંગદાન કરવાી આફતને અવસરમાં પલટી શકાય છે અને કોઈ મૃત વ્યક્તિના અંગોી અન્ય વ્યક્તિને જીવત દાન આપી શકાય છે.પરંતુ દેશમાં અંદાજે ૫ લાખી વધુ વ્યક્તિ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ ઈ રહ્યા છે.દેશમાં દર વર્ષે અંદાજિત બે લાખ લોકો કિડની બીમારીી પીડાય છે તેવી જ રીતે લીવર, ફેફસા, હૃદયઅને નેત્ર સંબંધિત બીમારીઓ ની પણ સંખ્યા વધતી જાય છે.તેવા સંજોગોમાં અંગદાન મુખ્યત્વે   લાઈફ લાઈન ગણાય છે પરંતુ ઓર્ગન ડોનરના અભાવે આવા દર્દીઓના અંગો ન મળવાી મૃત્યુ થાય છે. 

જૂનાગઢના ચક્ષુદાન ક્ષેત્રે કામગીરી કરતા પંજુરી આઈ સેન્ટરના ગીરીશભાઈ મશરૂના જણાવ્યા મુજબ ગુજરાતમાં ૧,૪૦૦ લોકોએ ચક્ષુદાન કર્યું છે. જેમાં જૂનાગઢમાં પંજૂરી આઈ સેન્ટર દ્વારા ચક્ષુદાન અંગે ૧૦ વર્ષી કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત સંસ દ્વારા ૮૬ પુરુષો અને ૬૩ મહિલા મળી જૂનાગઢમાં ૧૪૯ વ્યક્તિના ચક્ષુદાન દ્વારા ૨૯૮ લોકોને દ્રષ્ટિવાન બનાવ્યા છે.જે કામગીરી અવિરત કરવામાં આવી રહી છે.સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સિવિલ સુપ્રીડન્ટ ડો .કૃર્તા બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજના ટીમ હનુમંત આમણે, સત્યમ સેવા યુવક મંડળના ટ્રસ્ટી કેપી પંડ્યા, વિકલાંગ વિર્દ્યાી ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ વર્ષાબેન બોરીચાંગર, ડો ચંદ્રેશ વ્યાસ ડો પિયુષ બોરખતરીયા,  ડો અમિત ડો ભાવિન ડો બારમેડા, હેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી, સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના તબીબો, સ્ટાફ,  વિવિધ સંસઓના આગેવાનો ઉપસ્તિ રહી અંગદાન અંગેની પ્રક્રિયા વધુ વેગમાન બને તે માટે  સંકલ્પ કાર્ડ આપી વધુને વધુ લોકો જોડાય એ માટે કામગીરી કરવા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application