રાજકોટના રૂની ધંધાર્થી પેઢી સાથે મહારાષ્ટ્ર્ર, આંધ્રપ્રદેશમાં ૭.૮૩ કરોડનો વિશ્ર્વાસઘાત

  • September 19, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કયારેક વધુ પડતા વિશ્ર્વાસ કે ધંધાની ફલક, ટર્નઓવર વધારવા કે નફો મેળવવાની લ્હાયમાં ઉલ્ટાના મોટી નુકસાની ખમવી પડે છે. રાજકોટમાં રૂના વેપારની ભાગીદારી પેઢી ધરાવતા અશોકભાઈ માવજીભાઈ દુધાગરા ઉ.વ.૪૯ રહે. આલાપ એવન્યુ યુનિ. રોડ સાથે મહારાષ્ટ્ર્ર અને આંધ્રપ્રદેશની વેપારી પેઢીઓના છ શખસોએ મળી માલ ખરીદ કરી ૭.૮૩ કરોડ રૂપિયા નહીં ચુકવી છેતરપીંડી વિશ્ર્વાસઘાત આચર્યાના આરોપસર ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ આર્થિક ગુના નિવારણ સેલે આરંભી છેે.
ફરિયાદની વિગતો મુજબ અશોકભાઈ યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ મંદિર પાસે શિવાલીંક–૨ એપાર્ટમેન્ટમાં એપેક્ષ કોર્પેારેશન નામે મિત્ર દિનેશ મકવાણા સાથે રૂના અલગ અલગ કોટન, વેસ્ટ કોટન, સ્વીપીંગ, મીકસ, કોટન, યાર્નનનો ખરીદ–વેચાણનો વેપાર કરે છે. ત્રણ વર્ષ પહેલા ધંધાના પરિચીત વિનોદ યાદવ દ્રારા મહારાષ્ટ્ર્ર નાગપુરના નારખેેડ તાલુકાના માતોશ્રી માગાસ્વર્ગીય શેતકારી સહકારી સુતગીરણી માલપુર નામની પેઢીના સંપર્કમાં આવ્યા હતા. પેઢીના ચેરમેન બન્દુ તાગડે સાથે ડીલ શરૂ કરી હતી. ત્યાં ૯ લાખમાં મીલ ભાડે રાખી કરાર કર્યેા હતો. કરાર મુજબ પેઢીએ ૫૦ લાખ ડીપોઝીટ પણ અશોકભાઈએ આપી હતી. બન્દુ તાગડેની પેઢીને માલ આપતા અને કોટન વેસ્ટની ખરીદી પણ કરતા હતા. બે વર્ષ પુર્વે તા.૨૪૫૨૨ના રોજ અશોકભાઈએ મીલ ખાલી કરી આપી હતી ત્યારે તેને ૫.૩૯ કરોડ રૂપિયા બન્દુ તાગડેની પેઢી પાસેથી લેવાના હતા. જેમાં તાગડે દ્રારા ૬૪ લાખ ચુકવાયા ૪.૭૫ કરોડ આપતા ન હતા. ઉઘરાણીઓ કરવા છતાં રકમ ચુકવી ન હતી. આવી જ રીતે મહારાષ્ટ્ર્રના નાસિક જિલ્લ ાના માલેગાવના ઓમ ગોડાઉનના માલીક એકતા શેઠ તેના બે ભાગીદારો હમઝા અને આશીફનું વેર હાઉસ ભાડે રાખ્યું હતું અને તેમાં ૧.૧૦ કરોડના કોટનના તૈયાર દોરા માલ ઉતાર્યા હતા. તે માલ ભરવા ન દીધો અને નાણાં પણ નહીં આપી ત્રણેય આરોપીએ માલ અન્યોને વેચી દીધો હોવાની વેપારી અશોકભાઈએ ફરિયાદમાં આશંકા દર્શાવી છે. આંધ્રપ્રદેશના ગંતુરમાં આવેલી સાગર કોટન સ્પીનીંગ મીલના માલીકે પણ લે–વેચના વ્યવહારના બાકી નીકળતા ૧.૨૩ કરોડ પરત આપ્યા નથી. માલેગાવની શિવા ટેકસટાઈલના ભરતભાઈ પાસે ૨૦૨૧થી ૧૯.૪૩ લાખ લેણા છે. મહારાષ્ટ્ર્રના બુલધાણાની જયશ્રી બાલાજી સ્પીનીંગના માલીક રાજેન્દ્ર અને પ્રતિક પાસેથી વિજ બીલની રકમના ૧૬.૩૫ લાખ તથા નાગપુરના દિક્ષા ટેક્ષટાઈલના વિનોદ યાદવે ૩૭.૭૨ લાખ રૂપિયાનો માલ ખરીદ કરી પેમેન્ટ ન ચુકવવાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે. આમ મહારાષ્ટ્ર્ર અને આંધ્રપ્રદેશની કોટન વેપાર પેઢી, વેર હાઉસના માલીકો દ્રારા ૭.૮૩ કરોડ રૂપિયા નહીં આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ વેપારીએ ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી હતી. તપાસ આર્થિક ગુના નિવારણ સેલે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application