શ્રીલંકામાં ચીનના જાસૂસી જહાજોને નો એન્ટ્રી

  • December 21, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રીલંકાએ એક વર્ષ માટે કોઈપણ વિદેશી સંશોધન જહાજને તેના પ્રદેશની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં ચીને તેના એક સંશોધન જહાજના સ્ટોપઓવર માટે શ્રીલંકા પાસે પરવાનગી માંગ્યા બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચીન આ જહાજો દ્વારા પોતાના દુશ્મનોની જાસૂસી કરે છે.શ્રીલંકાએ વિદેશી જહાજોને તેની દરિયાઈ મયર્દિામાં સંશોધન કરવાની મંજૂરી આપવા પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ચીનના સર્વેલન્સ જહાજને શ્રીલંકાના જળસીમામાં જવા દેવાની વારંવારની અપીલો વચ્ચે વિદેશ મંત્રી અલી સબરીએ આ જાહેરાત કરી હતી. સબરીએ જણાવ્યું કે શ્રીલંકાની સરકારે આ નિર્ણય લીધો છે અને સંબંધિત દેશોને તેની જાણકારી આપી છે.અખબારે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં શ્રીલંકાના જળસીમામાં ડોક કરવા માટે ચીને અન્ય સંશોધન જહાજની પરવાનગી માંગી હતી તે વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ભારતે શ્રીલંકા સામે વાંધો વ્યક્ત કર્યો હતો.ચીન નિયમિતપણે શ્રીલંકામાં તેના સંશોધન/સર્વેલન્સ જહાજો મોકલે છે. આ વર્ષે ઓગસ્ટમાં ચીન પીપલ્સ લિબરેશન આર્મીનું નૌકા યુદ્ધ જહાજ બે દિવસની મુલાકાતે આવ્યું હતું. ભારતના વાંધો છતાં ચીનનું સર્વેક્ષણ અને સંશોધન જહાજ ઓક્ટોબરમાં શ્રીલંકાના કોલંબો બંદર પર રહ્યું હતું.અને હિંદ મહાસાગરમાં ’નેશનલ એક્વેટિક રિસોર્સિસ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી’ સાથે સંશોધન પ્રવૃતિઓ હાથ ધરી હતી.આ ચીની જહાજો જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application