ફોર્મ ભરતી વખતે પાંચથી વધુને નો–એન્ટ્રી ૧૦૦ મીટરમાં ત્રણ વાહનો જ લાવી શકાશે

  • March 18, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગયા શનિવારે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ કલેકટર તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેકટર અને હોદ્દાની એ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી એ આજે એક સાથે ૧૦ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. હથિયાર પરવાનેદારોએ પરવાના હેઠળના હથિયારો નજીકના અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં અનામત તરીકે જમા કરાવવા કલેકટરે સૂચના આપી છે. પ્રચાર સમયગાળા દરમિયાન ખાનગી અને જાહેર મિલકતની વિકૃતિ અને બગાડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી છે. સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવ્યા વગરનું વાહન ચૂંટણીના કામમાં નહીં વાપરવા અને રજીસ્ટર વાહનનો વપરાશ થાય તેનો ખર્ચ ઉમેદવારના ખાતામાં ઉઘેરાશે તેવું પણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ ઉપરાંત સક્ષમ અધિકારીની મંજૂરી વગર ચાર કરતાં વધારે વ્યકિતઓને એકત્રિત થવા પર પ્રતિબધં ફરમાવાયો છે. પૂર્વ મંજૂરી વગર સભા સરઘસ કાઢી નહીં શકાય.

ઉમેદવારી ફોર્મ ભરતી વખતે થતી ટોળાશાહીને રોકવા માટે કલેકટરે ઉમેદવાર અને અન્ય ચાર વ્યકિત મળી માત્ર પાંચને જ ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉપસ્થિત રહેવા દેવાશે. જયાં ફોર્મ ભરવાનું હોય તે કચેરીના ૧૦૦ મીટર આસપાસના વિસ્તારમાં ત્રણથી વધારે વાહનોને પ્રવેશવા નહીં દેવાય તેવું પણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

પોસ્ટર, પેમ્પ્લેટ વગેરે ચૂંટણી પ્રચાર વિષયક સાહિત્ય છાપનાર મુદ્રક અને પ્રકાશકે છાપકામ કર્યાના ત્રણ દિવસમાં ડેકલેરેશન રજૂ કરવાનું રહેશે. ટેલિવિઝન ચેનલ અને લોકલ કેબલ નેટવર્ક પર ચૂંટણી વિષયક પ્રચાર જાહેરાત જીંગલ બાઈટ વગેરેનું પ્રસારણ ડીસ્ટ્રીકટ લેવલ કમિટી નું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કરી શકાશે તેવો પણ એક જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. સ્થાનિક કેબલ નેટવર્ક ટીવી ચેનલ સિનેમા ગૃહો દુરદર્શન કેન્દ્ર આકાશવાણી કેન્દ્ર જેવા ઇલેકટ્રોનિક પ્રચાર માધ્યમોએ પ્રત્યેક દિવસ દરમિયાન કરેલ પ્રસારણની સીડી ચૂંટણી શાખામાં જમા કરાવી પડશે.
મોબાઈલ સર્વિસ પ્રોબાઇડર કંપનીઓ માટેના જાહેરનામા જણાવ્યું છે કે આવી કંપનીઓ કાયદાનો ભગં થાય તેવા કે ચૂંટણીની આચાર સહિતાનો ભગં થાય તેવા એસએમએસ પ્રસારિત નહીં કરી શકે અને જો કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ચૂંટણી જાહેર થતાની સાથે જ કલેકટર તત્રં મએ સર્કિટ હાઉસ વિશ્રામ ગૃહ સિટી ગેસ્ટ હાઉસ પંચાયતના વિશ્રામ ગૃહ ડાક બંગલાઓ નો કબજો લઈ લીધો છે અને ત્યાં ઉપયોગ પર પ્રતિબધં ફરમાવી દીધો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application