નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ભારતમાં પ્રથમવાર ઇન્ટરનૅશનલ બ્રોડવે મ્યુઝિકલનું 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક' લાવી રહ્યું છે

  • May 04, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)માં બ્રોડ-વેના સૌથી વધુ સફળ અને લોકપ્રિય સંગીતમઢ્યા નાટક - 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક'ની રજૂઆત થવાની છે.

આ શૉને સાત વખત ટોની ઍવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એની પ્રસ્તુતિ દ્વારા ભારતમાં સંગીતમઢ્યા નાટકની સાથે સાથે ઇન્ટરનૅશનલ બ્રોડવેનો પણ પ્રારંભ થવાનો છે.

1930ના દાયકાના ઑસ્ટ્રિયા દેશની પાર્શ્વભૂમાં આ શૉ તૈયાર કરવામાં આવ્યો છે. એમાં સંઘર્ષની સ્થિતિ સામે લડીને મનુષ્યે મેળવેલા વિજયની ભાવનાનું નિરૂપણ સંગીત દ્વારા તથા પ્રેમ અને સુખની લાગણી સાથે કરવામાં આવ્યું છે. આ નીવડેલી કૃતિમાં 26 સુપ્રસિદ્ધ ગાયનો છે, જેમાં 'માય ફેવરિટ થિંગ્સ', 'ડુ રી મી', 'ધ હિલ્સ આર અલાઇવ' અને 'સિક્સટીન ગોઇંગ ઓન સેવન્ટીન'નો સમાવેશ થાય છે.

આ મહત્ત્વપૂર્ણ પ્રસંગ નિમિત્તે એનએમએસીસીના સ્થાપક અને ચૅરપર્સન શ્રીમતી નીતા મુકેશ અંબાણીએ કહ્યું હતું, "ભારતમાં પ્રથમવાર એનએમએસીસી ખાતે ઇન્ટરનૅશનલ બ્રોડવેની રચના - 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક'ની રજૂઆત કરતા અમને ઘણો હર્ષ થઈ રહ્યો છે. અમે 'ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ' મારફતે ભારતની શ્રેષ્ઠ કૃતિ અગાઉ દર્શાવી ચૂક્યા છીએ અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ખ્યાતિ અને કળારસિકોનો સ્નેહ પામી ચૂકેલી કૃતિ ભારતમાં રજૂ કરવાનો રોમાંચ અનુભવી રહ્યા છીએ."

એમણે વધુમાં કહ્યું હતું, "કળા દ્વારા મનુષ્યોમાં આશાનો સંચાર થાય છે અને સુખની લાગણી પ્રસરે છે એવું હું પહેલેથી માનતી આવી છું. 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક' આનંદપૂર્ણ અને કદી જૂની નહીં થનારી કૃતિ છે. મને આશા છે કે મુંબઈ અને ભારતના લોકો પોતપોતાના પરિવારજનો સાથે આવીને આ સંગીતસભર રચનાનો આનંદ લેશે."

અહીં નોંધનીય છે કે એનએમએસીસી ખાતેના ધ ગ્રેન્ડ થિયેટરમાં 2,000 દર્શકો બેસી શકે એટલી ક્ષમતા છે. આવા સંગીતમય નાટકની રજૂઆત માટેના આ ઉત્તમ સ્થળે દર્શકો 1930ના દાયકાના ઑસ્ટ્રિયાના પરિવેશમાં પહોંચી જશે. એમાં સુંદર મંચસજ્જાની સાથે સાથે લાઇવ ઓર્કેસ્ટ્રા અને લાઇવ ગાયન રજૂ કરવામાં આવશે.

'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક' પ્રેમ, હાસ્ય અને સંગીતનું એવું સુંદર મિશ્રણ રજૂ કરે છે, જે દર્શકો માટે લહાવો બની જશે. આ વર્ષે ભારતની બહાર ગયા વગર આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવા માટેનો આ કાર્યક્રમ બની રહેશે.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક'ને માણવા માટે www.nmacc.com અથવા www.bookmyshow.com પર ત્વરિત ટિકિટ બુક કરાવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application