જૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો

  • December 23, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં ત્રણ વર્ષ પૂર્વે હત્યાનો બનાવ નોંધાયો હતો. હત્યાના કેસના મનદુખમાં  ચાર શખ્સોએ યુવકનું કારમાં અપહરણ કરી ગિરનાર રોડ પર આવેલ ઢોરા પર લઈ જઈ લોખંડના પાઇપ અને લાકડી વડે હત્પમલો કરી ઈજાગ્રસ્ત કર્યાના બનાવ અંગે નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. તો સામા પક્ષે પણ યુવકે ત્રણ શખ્સો પર હત્પમલો કરી ઇજાગ્રસ્ત કર્યા અંગેના બનાવ મામલે પોલીસે સામ સામે ફરિયાદ નોંધી  વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢમાં દોલતપરા જીઆઇડીસી–૨ માં કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ચિરાગ  મકવાણા નામના યુવકનું અપહરણ કરી માર મારી ઈજાગ્રસ્ત  કર્યાનો બનાવ નોંધાયો હતો.આ અંગે પ્રા વિગત મુજબ ત્રણ વર્ષ પૂર્વે રાજુભાઈ બાવળીયાની હત્યા થઈ હતી.જે હત્યાના કેસમાં ચિરાગ મકવાણાનું નામ હોવાથી મયુર બાવળીયા, દિનેશ બાવળીયા, મયકં ઉર્ફે મંકુ બાવળીયા અને કલ્પેશ એમ ચારેય શખ્સો મજેવડી દરવાજા તરફથી ગિરનાર દરવાજા રોડ પર ભરડાવાવ મંદિર પાસે કાર લઈ આવ્યા હતા. ત્યાં ચિરાગ ને ઉભેલો તું અહીં શું કામ ઉભો છો અહીં આવવું નહીં એમ કહેતા ચીરાગે માં મકાન અહીં છે તેમ જણાવતા ચારેય શખ્સોએ મકાન ભૂલી જજે તેમ કહી ધક્કો મારી કારમાં બેસાડી ઢોરા ઉપર દશામાંના મંદિર પાસે ભાવેશભાઈ બાવળીયાના ઘરની બાજુમાં લઈ ગયા હતા અને નીચે ઉતરતા ભાવેશભાઈ, ઉત્તમ, કિશન, અક્ષય, ચેતન બાવળીયા એ ઘેરી લીધો હતો અને. દિનેશ અને કલ્પેશ બાવળીયા સહિતનાઓએ મારી નાખવો છે તેમ જાણ કરી હતી જેથી ચિરાગે તમામ શખ્સોને આજીજી કરી તેમ છતાં પણ  નવ હત્પમલાખોરોએ લાકડી લોખંડના પાઇપ વડે  માર મારી ઈજાગ્રસ્ત કરી ત્યાંથી નાસી ગયા હતા. કૌટુંબિક ભાઈની હત્યા કેસના મન દુ:ખમાં યુવકનું અપહરણ કરી માર મારી ઇજાગ્રસ્ત કર્યાના બનાવ મામલે નવ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તો સામા પક્ષે પણ ત્રણ યુવક પર હત્પમલો કરી ઇજાગ્રસ્ત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગે પ્રા વિગત મુજબ ત્રણ વર્ષ પહેલા મયુરભાઈ બાવળીયાના કૌટુંબિક ભાઈની ચિરાગ મકવાણા એ હત્યા કરી હતી જે બાબતનું મન દુ:ખ રાખી મયુર બાવળિયાને દશામાના મંદિર પાસે ચિરાગ મકવાણા એ માથાના ભાગે છરીનો ઘા માર્યેા હતો તો આ ઉપરાંત દિનેશભાઈ ને ધોકા વડે અને ઉત્તમભાઈને પણ મારી ઇજાગ્રસ્ત કર્યા ના બનાવ અંગે મયુરભાઈ એ ચિરાગ સામે હત્પમલો કરી ઇજાગ્રસ્ત કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ સોલંકીએ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application