બેડી ગેઇટ નજીક ત્યજી દેવાયેલું નવજાત શીશુ મળ્યું

  • July 22, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ ટુકડી દોડી ગઇ : પીએમ વિધી કરાવી સધન તપાસ : ભારે ચકચાર

જામનગરમાં બેડી ગેઇટ નજીક ગેસ્ટ હાઉસ સામેના વિસ્તારમાં આજે સવારે ત્યજી દેવાયેલું નવજાત શીશુ મળી આવતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને બાળકનો કબ્જો લઇ તપાસ લંબાવી હતી દરમ્યાન શીશુનું મૃત્યુ થયાનું બહાર આવતા પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે. કોઇ અજાણી સ્ત્રીએ પાપ છુપાવવા માટે શિશુને તરછોડી દીધાનું અનુમાન લગાવીને આ દીશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના ત્રણ દરવાજાથી સુપર માર્કેટ તરફના રોડ પર ગેસ્ટહાઉસની સામેના વિસ્તારમાં ત્યજી દેવાયેલ નવજાત શીશુ કોઇ મુકી ગયાનું જાણમાં આવતા આ અંગે પોલીસને વિગતો આપવામાં આવી હતી જેના આધારે પોલીસ ટુકડી સ્થળ પર દોડી આવી હતી અને નવજાત શીશુનો કબ્જો લીધો હતો, બાળક મૃત હાલતમાં હોવાનું બહાર આવતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ આદરી હતી.
કોઇ અજાણી સ્ત્રીએ પાપ છુપાવવા માટે શિશુને તરછોડી દીધાનું અનુમાન લગાવીને આ દીશામાં તપાસના ચક્રો ગતીમાન કર્યા છે બનાવના પગલે ભારે અરેરાટી સાથે ચકચાર ફેલાઇ ગઇ હતી. આજુબાજુના લોકોની પ્રાથમિક પુછપરછ કરી હતી અને પોલીસ દ્વારા નિવેદનો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application