ગુજરાતમાં બોટિંગ સલામતી માટે નવા નિયમો,  ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-2024’ જાહેર

  • December 12, 2024 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વધતી જતી બોટિંગ પ્રવૃત્તિઓને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડે નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો, ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’, રાજ્યમાં આંતરિક જળમાર્ગો પર સંચાલિત બોટના સંચાલન માટે વિસ્તૃત માર્ગદર્શિકા પૂરી પાડે છે.


રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ, ૨૦૨૪’ જાહેર કરાયા છે. જેમાં પ્લેઝર ક્રાફ્ટ/બોટના રજિસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન માટેની પરવાનગી તથા રાજ્યમાં આંતરિક જળમાર્ગો પર સંચાલિત બોટના નિયમન માટે વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે તેમ, ગુજરાત મેરીટાઈમ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


વધુમાં, રાજ્યની તમામ પ્લેઝર ક્રાફ્ટ/બોટના માલિકોએ તેમની બોટની નોંધણી સંબંધિત જિલ્લા કલેક્ટરની કચેરીમાં ફરજિયાત કરાવવાની રહેશે. બોટની નોંધણી પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડના સર્વેયર દ્વારા બોટનું સર્વેક્ષણ કરવામાં આવશે. બોટનું સંચાલન કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરમિટ-પરવાનગી મેળવવી જરૂરી છે.


અત્રે નોંધનીય છે કે, પ્લેઝર ક્રાફ્ટ/બોટના માલિકોએ પ્રક્રિયા પ્રમાણે નિર્ધારિત ફોર્મમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. જો કોઈ બોટ માલિક આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બોટને ગેરકાયદેસર ગણવામાં આવશે તેમ, વધુમાં જણાવવામાં આવ્યું હતું.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application