PF ઉપાડવા નવો નિયમઃ પૈસા ઉપાડતા પહેલા ચેક કરો કેટલો લાગશે ટેક્સ

  • February 05, 2023 06:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

શુ તમે પણ પીએફ ખાતા ધારક છો તો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હશે તો તે રકમ પર પણ ટેક્સ લાગશે કેમકે બજેટમાં સરકાર દ્વારા પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


હવે તમે જો પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા જઈ રહ્યા છો તો તમારા માટે આ નવો નિયમ લાગુ પડી શકશે. જેમાં આગામી 1 એપ્રિલ, 2023થી જે કોઈ પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવા માંગે છે તો તે તમામ લોકોને આ નિયમ લાગૂ પડશે. મહત્વનું છે બજેટમાં EPFOમાંથી ઉપાડ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.


ફાયનાન્સ મીનીસ્ટર દ્વારા પ્રોવિડંન્ટ ફંડના રૂપિયા ઉપાડવા માટેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હવે પીએફ અકાઉન્ટ સાથે જો પાન કાર્ડ લિંક નહીં હોય તો રકમ ઉપાડતા સમયે ૩૦ ટકાની જગ્યા પર ૨૦ ટકા TDS વસુલવામાં આવશે. આ નવો નિયમ ૧ એપ્રિલ ૨૦૨૩થી લાગુ પડવાનો છે. મહત્વનું છે કે કરવામાં આવેલા ફેરફારનો લાભ તે પીએફ ધારકને મળશે જેમના પાન કાર્ડ હજૂ સુધી અપડેટ થયા નથી. ઉલ્લેખનીય છે કે જો કોઈ પીએફ હોલ્ડર પાંચ વર્ષની અંદર પૈસા ઉપાડે છે તો તેમને જ ટીડીએસ ભરવાનું આવશે જ્યારે બીજી તરફ પાંચ વર્ષ બાદ કોઈપણ જાતનો ટીડીએસ લાગશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application