નવું આવકવેરા બિલ 2025 ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે અને આ પહેલા તેની ડ્રાફ્ટ કોપી સામે આવી ગઈ છે, જે 600 થી વધુ પાના લાંબી છે. જેમ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, તે જૂના આવકવેરા કાયદા કરતાં સરળ ભાષામાં હશે અને તેમાં સમાવિષ્ટ ઘણા શબ્દો બદલવામાં આવશે અથવા દૂર કરવામાં આવશે. આ ડ્રાફ્ટમાં પણ જોવા મળી રહ્યું છે.
હવે નાણાકીય વર્ષના બધા 12 મહિના ટેક્સ યર તરીકે ઓળખાશે, જ્યારે અસેસ્મેન્ટ યર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, ડ્રાફ્ટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનથી લઈને કેપિટલ ગેઇન ટેક્સ સુધીની દરેક બાબત અંગે ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ નવું ટેક્સ બિલ 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે.
622 પાના અને 536 વિભાગોના આ ડ્રાફ્ટ મુજબ, અસેસ્મેન્ટ યરનો ઉપયોગ પૂર્ણ થઈ ગયો છે અને તેને હવે ટેક્સ યર તરીકે ઓળખવામાં આવશે. ડ્રાફ્ટમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101(બી) હેઠળ, 12 મહિના સુધીના સમયગાળાને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત, તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. ટૂંકા ગાળાનો મૂડી લાભ કર 20 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
નવા આવકવેરા બિલ 2025માં બીજો મોટો ફેરફાર જોવા મળ્યો છે. કે તેમાં પાનાઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. આ આવકવેરા કાયદા 1961ની સરખામણીમાં ઘણું ઓછું છે, જે 63 વર્ષ પહેલા અમલમાં હતું. ટેક્સ એક્ટ 1961માં કુલ 880 પાના હતા, જે હવે ઘટાડીને 622 કરી દેવામાં આવ્યા છે. જોકે, પ્રકરણ નંબર 23 પર યથાવત રાખવામાં આવ્યો છે.
આવકવેરા અધિનિયમ, 1961ની તુલનામાં નવા કર બિલમાં આગામી મોટો ફેરફાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટી સાથે સંબંધિત છે. બિલના ડ્રાફ્ટ મુજબ, અગાઉ આવકવેરા વિભાગને વિવિધ કર યોજનાઓ શરૂ કરવા માટે સંસદનો સંપર્ક કરવો પડતો હતો, પરંતુ નવા કર કાયદા 2025 મુજબ, હવે સીબીડીટી ને આવી યોજનાઓ સ્વતંત્ર રીતે શરૂ કરવાની સત્તા આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય અમલદારશાહી વિલંબની સમસ્યાને દૂર કરવાનો છે.
આ સાથે, નવા ટેક્સ બિલ 2025 માં નવી ટેક્સ સિસ્ટમ અંગે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બજેટમાં જાહેર કરાયેલા દરો એ જ રહેશે. નવી કર વ્યવસ્થામાં, સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને 12 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, નવી કર વ્યવસ્થા હેઠળ પ્રમાણભૂત કપાત 75,000 રૂપિયા અને જૂની કર વ્યવસ્થા હેઠળ તે 50,000 રૂપિયા હશે.
આ 10 મહત્વના ફેરફારો કરાયા-પહેલા પ્રીવીયેસ યર, નાણાકીય વર્ષ, આકારણી વર્ષ અને અન્ય વર્ષો હતા. હવે આ બધા વર્ષોને નાબૂદ કરીને એક ટેક્સ યર બનાવાયું.
- તેમાં 536 વિભાગો, 16 અનુસૂચિઓ અને 23 પ્રકરણો છે. મુક્તિઓથી લઈને નવા નિયમો સુધી, બધું જ અલગ અલગ વિભાગોમાં વર્ણન.
- નવા કાયદા 2025માં 536 કલમો છે, જે વર્તમાન આવકવેરા કાયદા, 1961ના 298 કલમો કરતાં વધુ
- આવકવેરા અધિનિયમ, 1961 880 પાનાનો જૂનો કાયદો નાબૂદ કરી નવા કાયદામાં ફક્ત 622 પાનાનો સમાવેશ
- સરકારે નવા આવકવેરા બિલ 2025ને એપ્રિલ 2026 સુધીમાં લાગુ કરવાનો પ્રસ્તાવ
- ટેક્સ ગણતરી (એ) વ્યક્તિ માટે, (બી) હિન્દુ અવિભાજિત પરિવાર માટે અથવા (સી) વ્યક્તિઓના જૂથ માટે પેટા-વિભાગોને બદલે કર સ્લેબ મુજબ કરવામાં આવી
- કુલ આવકની ગણતરી માટે ઘરની મિલકતમાંથી થતી આવક અને મૂડી લાભ સહિત અમુક કલમો અથવા સમયપત્રક હેઠળ કોઈ મુક્તિ અથવા કપાત રહેશે નહીં.
- આર્મી, પેરા ફોર્સ અને અન્ય કર્મચારીઓ જેવી સંરક્ષણ સેવાઓને મળતી ગ્રેચ્યુઇટીને કરમાંથી મુક્તિ આપવામાં આવી.
- અગ્નિપથ યોજના હેઠળ આપવામાં આવેલા યોગદાન પર કોઈ કર લાગશે નહીં. પહેલા પણ આવો જ નિયમ હતો, જે ચાલુ રાખવામાં આવ્યો.
- મેડિકલ, હોમ લોન, પીએફ, ઉચ્ચ શિક્ષણ માટેની લોન, ઇલેક્ટ્રિક વાહન અને વીમા પર કરમુક્તિ ચાલુ રાખવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech