નવા અને મહત્વના પ્રોજેકટ

  • January 31, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં નવી ૨૭૫ ઈલેકટ્રીક અને સીએનજી બસો આવશે
મ્યુનિસિપલ બજેટમાં આગામી વર્ષમાં શહેરમાં ૧૭૫ જેટલી નવી ઈલેકટ્રીક અને ૧૦૦ સીએનજી સિટી બસ આવશે તેમ દર્શાવ્યું છે. મતલબ કે હાલમાં ધૂમાડા ઓકતી તમામ ડીઝલ સિટી બસો દૂર કરાશે.
પેલેસ રોડ પર હાઈજેનિક ફડ ઝોન બનશે
શહેરના વોર્ડ નં.૧૪માં આવેલા પેલેસ રોડ ઉપર હાઈજેનિક ફડઝોન બનાવવામાં આવશે. આ ઉપરાંત ભકિતનગર સર્કલથી વાણિયાવાડી જતાં રસ્તે આવેલા જલારામ ચોક ખાતે હાઈજેનિક ફડ ઝોન બનાવવામાં આવશે.
અર્બન પ્લાનિંગ સેલની રચના
રાજકોટ શહેરનો સુવ્યવસ્થિત વિકાસ થાય તે માટે તેમજ કેન્દ્ર સરકાર અને રાય સરકારની વિવિધ યોજનાના રિફોમ્ર્સનો યોગ્ય અમલ કરી શકાય તે માટે અર્બલ પ્લાનિંગ સેલની રચના કરવામાં આવશે.
ઈનોવેટિવ આઈડિયા એવોર્ડ અપાશે
રાજકોટ શહેરના વિકાસ માટે અમલી બનાવી શકાય તેવા સૂચનો રજૂ કરનાર નાગરિકોને ઈનોવેટિવ આઈડિયા એવોર્ડ આપવાનો પ્રશંસનીય પ્રયાસ તત્રં દ્રારા પ્રથમ વખત કરવામાં આવ્યો છે.
સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત રૂા.૧૦૦૦ અપાશે
મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓના વાલી દ્રારા સુકન્યા સમૃધ્ધી યોજનામાં રૂા.૧૦૦૦ જમા કરાવવામાં આવશે તેવી કન્યાઓના સુકન્યા સમૃધ્ધી યોજનામાં મહાપાલિકા તત્રં પોતાના તરફથી પણ રૂા.૧૦૦૦નું યોગદાન આપશે.
૧૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ પ્રસિધ્ધ કરાશે
મહાપાલિકાની તિજોરીને સધ્ધર બનાવવા માટે આગામી દિવસોમાં રૂા.૧૫૦ કરોડના બોન્ડ પ્રસિધ્ધ કરવામાં આવશે. બોન્ડ પ્રસિધ્ધ કરી રકમ મેળવવી એ એક પ્રકારની જવાબદારી જ હોય આવુ શા માટે કરવામાં આવી રહ્યું છે તેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કમિશનરે જણાવ્યું હતું કે બોન્ડ પ્રસિધ્ધ કરવાથી ઓર્ગનાઈઝેશનલ રેટિંગ ઉંચુ આવે છે અને તેના કારણે રાય અને કેન્દ્ર તરફથી મળતી ગ્રાન્ટ તેમજ આંતર રાષ્ટ્ર્રીય સંસ્થા તરફથી મળતી ગ્રાન્ટ વધુ મળે છે. એકંદરે બોન્ડની રકમ એ તંત્રની પ્રતિ ાનું પ્રતિબિંબ બની રહે.
રિંગરોડ–૨નો વિકાસ કરવા  રૂા.૧૫૦ કરોડની ફાળવણી
રીંગરોડ–૨નો વિકાસ કરવા માટે પણ ખાસ યોજના તૈયાર કરવામાં આવનાર છે અને આ માટે રૂડા તત્રં સાથે મળીને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવશે. આ માટે કુલ રૂા.૧૫૦ કરોડનો ખર્ચ બજેટમાં દર્શાવાયો છે.
લાલપરી લેઈક ડેવલોપમેન્ટ માટે રૂા.૨૦ કરોડ
લાલપરી લેઈક ડેવલોપમેન્ટ પ્રોજેકટ માટે આ બજેટમાં પ્રથમ તબક્કામાં પાંચ કરોડની જોગવાઈ કરાઈ છે પરંતુ આ પ્રોજેકટનો કુલ ખર્ચ રૂા.૨૦ કરોડ થશે.
મોટામવામાં લેઈક ડેવલોપમેન્ટ માટે રૂા.૮.૫૦ કરોડ
રાજકોટ મનપાના વોર્ડ નં.૧૧માં મોટામવા વિસ્તારમાં પીપીપી ધોરણે તૈયાર કરાયેલા તળાવનું ડેવલોપમેન્ટ કરવા માટે કુલ રૂા.૮.૫૦ કરોડનો ખર્ચ કરાશે અને તે પૈકી પ્રથમ તબક્કામાં રૂા.૪ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
દાયકા બાદ આજી રિવર ફ્રન્ટ ફરી ચમકયો
મુળ ૨૦૧૩માં જાહેર કરાયેલો આજી રિવર ફ્રન્ટનો પ્રોજેકટ ૧૦ વર્ષ બાદ ફરી બજેટમાં ચમકયો છે આ માટે કુલ પ્રથમ ફેઈઝનું બજેટ રૂા.૧૮૭ કરોડ દર્શાવાયું છે અને પ્રથમ ફેઈજમાં રામનાથ મંદિરના એક કિ.મી.ના વિસ્તાર માટે રૂા.૪૭ કરોડનો ખર્ચ દર્શાવ્યો છે.
નવા અને મહત્વના પ્રોજેકટ
રાજકોટ મહાપાલિકાના બજેટમાં પ્રથમ વાર સ્પોન્જ સિટીનો કન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે. વોર્ડ નં.૧૨માં ટીપી સ્કીમ નં.૧૫ વાવડીના ફાઈનલ પ્લોટ નં.૫૨–એ, ૫૨–બી અને ૫૨–ઈમાં ગાર્ડન હેતુના પ્લોટમાં કુલ ૨૮,૭૧૬ ચો.મી. જગ્યામાં સ્પોન્જ સિટી કન્સેપ્ટ અંતર્ગત વરસાદી પાણી રોકીને આ પાણી જમીનમાં ઉતરે તે મુજબ જળ સંચય કરી યોજનાની થીમ મુજબ ગાર્ડનના પ્લોટમાં સ્પોન્જ ગાર્ડન બનાવવામાં આવશે આ માટે રૂા.૧ કરોડની ટોકન જોગવાઈ કરાઈ છે.
રેસકોર્સનું રિડેવલોપમેન્ટ થશે
રાજકોટવાસીઓના હૃદયસમા રેસકોર્સ સંકૂલનું સંપૂર્ણ રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. ફનસ્ટ્રીટને પણ પુન: જીવિત કરવામાં આવશે. આર્ટ ગેલેરી, ફત્પટબોલ ગ્રાઉન્ડ, હોકી ગ્રાઉન્ડ, પેવેલિયન, ઈન્ડોર સ્ટેડિયમ સહિતના સંકૂલોમાં પણ નવીનીકરણ થશે. આ ઉપરાંત મવડીમાં નિર્માણ થનારા સ્પોટર્સ સંકૂલમાં રૂા.૧ કરોડના ખર્ચે યોગા સ્ટુડિયો બનાવાશે.
લાયન સફારી પાર્ક રિપીટ: ઝૂમાં નવા પ્રાણીઓ આવશે
ગત વર્ષના બજેટમાં દર્શાવેલો લાયન સફારી પાર્કનો પ્રોજેકટ આ વર્ષના પ્રોજેકટમાં પણ સૂચવાયો છે. લાયન સફારી પાર્ક માટે જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધુમન પાર્ક ઝૂમાં હિપોપોટેમસ, બ્લેક શ્ર્વાન, ક્રાઉન પિજીયન, વાંદરા તેમજ વિશાળ કદના ઉંદર લાવવામાં આવશે. આ નવા પ્રાણીઓ સહેલાણીઓ માટે એક નવું જ આકર્ષણ ઉભું કરશે.
રેલનગરમાં ટીબી સેન્ટર બનાવાશે
ટીબીના રોગ પ્રત્યે જાગૃતિ લાવવા સરકાર દ્રારા લગાતાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એક સમયે રાજરોગ ગણાતો ટીબીનો રોગ હવે મટી શકે છે દરમિયાન મહાપાલિકાએ સમાજ કલ્યાણના હેતુ માટે વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ટીબી સેન્ટર બનાવવા બજેટમાં સૂચવ્યું છે જેમાં સૌ પ્રથમ રેલનગરમાં ટીબી સેન્ટર બનાવાશે. યાં ટીબીના દર્દીઓને દવા અને સારવાર અપાશે.
વોર્ડ નં.૩માં સફાઈ કામદારો માટે કોમ્યુનિટી હોલ
રાજકોટ શહેરના મોટાભાગના સફાઈ કામદારો વોર્ડ નં.૩માં જામનગર રોડ ઉપર વસવાટ કરે છે આથી તેમના માટે રેલનગર વિસ્તારમાં એક કોમ્યુનિટી હોલ બનાવવા બજેટ જોગવાઈ રૂા.૪૦૦ લાખની રકમની કરવામાં આવી છે.
દીકરી યોજનાનો અમલ
રાજકોટ શહેરમાં જે દંપતિને સંતાનમાં ફકત એક જ પુત્રી હોય અને પુત્રીનો જન્મ થયા બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હોય તેવા દંપત્તિને રૂા.૬ હજાર અને બે દિકરીઓનો જન્મ થયા બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હોય તેવા દંપત્તિને રૂા.૫ હજારની રકમના નેશનલ સેવિંગ સર્ટીફીકેટ આપવામાં આવશે. ગત વર્ષમાં દિકરી યોજનાનો ૧૫૩ દંપતીઓએ લાભ લીધો હતો.
આજીડેમે જૂના પંખી ઘરનું રિનોવેશન કરી પશુપક્ષી બચાવ કેન્દ્ર બનાવાશે
શહેરના આજીડેમ ખાતે આવેલા જૂના પંખી ઘરનું રિનોવેશન કરીને ત્યાં રૂા.૧૦ લાખના ખર્ચે પશુ–પક્ષી બચાવ કેન્દ્ર કાર્યરત કરાશે.
ગ્રીન લાઈબ્રેરીનો કન્સેપ્ટ રજૂ: સ્લમ એરિયામાં લાઈબ્રેરી બનશે
મ્યુનિ. બજેટમાં ગ્રીન લાઈબ્રેરીનો કન્સેપ્ટ રજૂ કરાયો છે. લોકો બગિચામાં બેસીને વાંચી શકે તેવી લાઈબ્રેરી બનાવાશે તેમજ સ્લમ વિસ્તારમાં પણ નવી લાઈબ્રેરીઓ બનાવાશે.


માધાપર વિસ્તારમાં નવી શાક માર્કેટ અને ફત્પડઝોન
રાજકોટ શહેરમાં નવા ભળેલા માધાપર વિસ્તારમાં શાક માર્કેટની ખાસ જરૂરિયાત હોય અહીં નવી શાકમાર્કેટ તેમજ ફડ ઝોન બનાવવા માટે રૂા.૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આગામી વર્ષમાં ૧૦૨૦ આવાસોનું લોકાર્પણ
આગામી નાણાકીય વર્ષ અંતર્ગત વિવિધ આવાસ યોજનાઓના કુલ ૧૦૨૦ આવાસોનું લોકાર્પણ કરીને ઘર વિહોણા ગરીબોને ઘરનું ઘર આપવામાં આવશે.
આંગણવાડીઓમાં બાળકોને રમકડાં અને પુસ્તકો અપાશે
રાજકોટ શહેરની વિવિધ આંગણવાડીઓમાં બાળકોને મહાપાલિકા તરફથી રમકડા અને પુસ્તકો આપવા માટે બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
નારાયણનગર, કોઠારીયા, નાનામવા અને શ્યામનગરમાં ડાયાલિસીસ કેન્દ્રો બનશે
શહેરમાં મ્યુનિ. આરોગ્ય કેન્દ્રોમાં ડાયાલિસીસ કેન્દ્રો બનાવવા બજેટમાં સૂચવ્યું છે. જેમાં નારાયણ નગર, કોઠારીયા, નાનામવા અને શ્યામનગરના આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર બનાવવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસીસનો ખૂબ જ ઉંચો ચાર્જ વસુલવામાં આવતો હોય મહાપાલિકાએ આ અંગે પોતાના આરોગ્ય કેન્દ્રોમાં વિનામુલ્યે સેવા આપવા નિર્ણય કરાયો છે અને તે માટે બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
શહેરમાં ચાર નવા અર્બન ફોરેસ્ટ અને નવ સિનિયર સિટીઝન પાર્ક બનશે
રાજકોટ શહેરમાં નાકરાવાડી ખાતે ૩ લાખ વૃક્ષો, આજીડેમ નેશનલ હાઈ–વે પાસે ૧.૫૦ લાખ વૃક્ષો, નવા ટીપી પ્લોટમાં ૫૦ હજાર વૃક્ષો અને સ્માર્ટ સિટી એરિયામાં ૫૦ હજાર વૃક્ષો મળી કુલ ૫.૫૦ લાખ વૃક્ષો મીયાવાકી પધ્ધતીથી રોપવામાં આવશે આ માટે રૂા.૫ કરોડની ફાળવણી કરાઈ છે. યારે રૈયા, કોઠારીયા, મવડી, પ્રધુમન પાર્ક ઝૂ, આજીડેમ વિસ્તાર અને ટીપી સ્કીમોના ગાર્ડન હેતુના પ્લોટોમાં કુલ ૯ સિનિયર સિટીઝન પાર્ક બનાવાશે આ માટે રૂા.૫ કરોડની ફાળવણી કરાઈ છે.
એઆઈ આધારિત રોડ મોનિટરીંગનું આયોજન
રાજકોટ શહેરમાં આટિર્ફિશીયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી રોડ મોનિટરીંગ કરવાનું બજેટમાં સૂચવ્યું છે. આ પ્રોજેકટમાં રોડની કન્ડીશન ઓટોમેટિક વીડિયો એનાલિટીકસ વડે નક્કી થશે અને તે મુજબ રોડની હાલની સ્થિતી અને રિપેરીંગ કરવા અંગેના નિર્ણય લેવામાં મદદરૂપ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application