રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી મેઘસવારી વરસતા છેલ્લા ૨૪ કલાકમાં ભાદર-૧માં અઢી ફૂટ, આજી-૧માં એક ફૂટ અને ન્યારી-૧માં એક ફૂટ સહિત કુલ ૩૦ ડેમમાં આઠ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે.
રાજકોટ અને જેતપુરની જીવાદોરી સમાન ભાદર-૧ ડેમમાં ૨.૨૦ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે અને હજુ ધીમી ગતિએ આવક ચાલુ છે. કુલ ૩૪ ફૂટની ઉંડાઇના ભાદર-૧ની સપાટી આજે સવારે ૧૭.૩૦ ફૂટે પહોંચી છે, ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના ૨૧ ટકા જળ જથ્ો સંગ્રહિત યો છે.
રાજકોટના મુખ્ય જળોત આજી-૧માં એક ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે અને હજુ ધીમી ગતિએ નવા નીરની આવક ચાલુ છે, કુલ ૨૯ ફૂટની ઉંડાઇના આજી-૧ની સપાટી આજે સવારે ૨૦.૩૦ ફૂટે પહોંચી છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના ૪૬.૮૨ ટકા જળ જથ્ો સંગ્રહિત યો છે.પશ્ચિમ રાજકોટમાં કાલાવડ રોડ ઉપરના ન્યારી-૧ ડેમમાં પણ એક ફૂટ નવા નીરની આવક ઇ છે. કુલ ૨૫ ફૂટની ઉંડાઇના ન્યારી-૧ની સપાટી આજે સવારે ૧૪.૬૦ ફૂટે પહોંચી છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના ૩૫.૬૨ ટકા જળ જથ્ો સંગ્રહિત યો છે.
રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા ન્યારી-૨ ડેમમાં વધુ બે ફૂટ પાણીની આવક તા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના જારી કરાઇ છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી-૨ ડેમમાં ૭૦ ટકા પાણી ભરાયેલ હોવાી પાણીનું રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં આવેલા પડધરી તાલુકાના ખામટા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્ળે ખસી જવા અને નદીના પટમાં તા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા જણાવાયું છે. કુલ ૨૦.૭૦ ફૂટની ઉંડાઇના ન્યારી-૨માં બે ફૂટ પાણીની આવક તા ડેમની સપાટી ૧૭.૧૦ ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો વામાં હવે બે ફૂટનું છેટું રહ્યું હોય વધુ આવક યેી દરવાજા ખોલાશે.
જ્યારે રાજકોટ શહેરના ઉપલાકાંઠે આવેલા રાજાશાહી વખતના કુલ ૧૫ ફૂટની ઉંડાઇના લાલપરી તળાવમાં નવા નીરની આવક ની અને સપાટી ૭.૪૦ ફૂટે યાવત રહી છે.વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત સવારે સાતી આજે સવારે સાત સુધીમાં કુલ ૮૨માંી ૩૦ ડેમમાં આઠ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં ભાદર-૧માં અઢી ફૂટ, મોજમાં ૦.૪૫ ફૂટ, ફોફળમાં દોઢ ફૂટ, આજી-૧માં એક ફૂટ, સુરવોમાં અડધો ફૂટ, ડોંડીમાં ત્રણ ફૂટ, આજી-૩માં એક ફૂટ, ન્યારી-૧માં એક ફૂટ, ન્યારી-૨માં બે ફૂટ, છાપરવાડી-૨માં ૧.૩૧ ફૂટ, કરમાળમાં ૬.૫૬ ફૂટ, કરણુંકીમાં ૪.૫૦ ફૂટ સહિત ૧૩ ડેમમાં આવક નોંધાઇ છે.
મોરબી જિલ્લામાં એક માત્ર મચ્છુ-૨માં ૦.૩૦ ફૂટ નવા પાણીની આવક તા ડેમની સપાટી ૧૮.૭૦ ફૂટે પહોંચી છે.જામનગર જિલ્લામાં નવ ડેમમાં આવક નોંધાઇ છે જેમાં સસોઈમાં સવા ફૂટ, પન્નામાં એક ફૂટ, સપડામાં બે ફૂટ, ફુલઝર-૨માં ૩.૯૪ ફૂટ, ઉન્ડ-૩માં ૧.૧૫ ફૂટ, રંગમતીમાં ચાર ફૂટ, ઉન્ડ-૧માં ૪.૫૯ ફૂટ, વાડીસંગમાં ૧.૩૮ ફૂટ, રૂપારેલમાં ૧.૭૭ ફૂટ નવું પાણી આવ્યું છે.દ્વારકા જિલ્લામાં ઘી ડેમમાં એક ફૂટ, વર્તુ-૧માં સવા ફૂટ, વર્તુ-૨માં અડધો ફૂટ, શેઢા ભાળરીમાં ૨.૮૫ ફૂટ, સિંધણીમાં ૧.૪૮ ફૂટ, વેરાડી-૨માં સવા ફૂટ, પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં ૦.૫૯ ફૂટ નવા નીરની આવક ઇ છે.આગામી દિવસોમાં સામાન્યી ભારે વરસાદની આગાહી હોય એલર્ટ જાહેર કરાયુ છે ત્યારે રાજકોટના સરકારી બહુમાળી ભવન સ્તિ સિંચાઇ વર્તુળનો ફ્લડ ક્ધટ્રોલરૂમ સતત ધમધમી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech