કેડમસ સોઢા સ્કુલનો વિધાર્થી આમરણીયા નીલ બોર્ડમાં બીજો નંબર

  • May 31, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરણ ૧૨ કોમર્સમાં ફરી અનેરી સિઘ્ધી મેળવતી સોઢા હાઇસ્કુલ : દેવેન સવનીયાએ મેદાન માર્યુ

જામનગરની કેડમસ સોઢા સ્કુલે આજે જાહેર થયેલા ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં ફરી એકવાર અનેરી સિઘ્ધી મેળવી છે, શાળાના વિધાર્થી આમરણીયા નીલ જામનગર ફર્સ્ટ અને બોર્ડમાં દ્વિતીય ક્રમાંકે ઉતીર્ણ થતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે, કેડમસ સોઢા હાઇસ્કુલના સંચાલક એકતાબા સોઢા, યજુવેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખોડીયાર કોલોનીના બ્રાન્ચ હેડ ભુપેન્દ્રસિંહ વાળા, લીમડાલાઇન બ્રાન્ચના હેડ સંદીપસિંહ જાડેજા અને સિકકા બ્રાંચના હેડ મીનાબા વાળા તથા અન્ય શિક્ષકગણના વડપણ હેઠળ વિધાર્થીઓએ બોર્ડમાં અનેરી સફળતા મેળવી છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કેડમસ સોઢા સ્કુલનું ૯૦ ટકાથી વધુ પરિણામ જાહેર થયું છે.
**
મારે સીએ બનવું છે : નીલ આમરણીયા
કેડમસ સોઢા સ્કુલના હોનહાર વિધાર્થી નીલ વિપુલભાઇ આમરણીયાએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૯૮ પીઆર અને ૯૪.૫૭ ટકા સાથે જામનગરમાં ફર્સ્ટ અને બોર્ડમાં સેક્ધડ રેન્ક મેળવી શાળા તથા નગરનું ગૌરવ વધાર્યુ છે, આજકાલ સાથેની વાતચીતમાં કહયું હતું કે દરરોજ ૩ થી ૪ કલાક ટેકસબુકનું વાંચન કરતો હતો અને છેલ્લે વધુ કલાકો ફાળવી હતી, ખાસ કરીને શાળામાં લેવાતી રાઉન્ડ ટેસ્ટથી વધુ ફાયદો થયો છે, મારે આગળ સીએ બનવું છે, સફળતામાં સ્કુલના શિક્ષકો અને માતા પારુલબેન, પિતા વિપુલભાઇનો ફાળો રહેલો છે, મેં ધોરણ ૧૧થી સોઢા સ્કુલમાં એડમીશન લીધુ હતું, અભ્યાસ સિવાય નીલને વાંચનનો શોખ છે, ફ્રેશ થવા માટે મોટીવેશન અને શિક્ષકો સાથે વાતચીત કરતો હતો, ટીપ્સ આપતા જણાવ્યુ હતું કે કોઇ ટેન્શન લેવું નહીં અને ટાઇમ ટુ ટાઇમ અભ્યાસ અને રીવીઝન કરતું રહેવું, કોઇ વિષય ડીફીકલ્ટ લાગે તો તેમા વધુ ઘ્યાન આપવું અને શિક્ષકોનું સતત માર્ગદર્શન મુજબ અભ્યાસ કરવામાં આવે તો સફળતા ચોકકસ મળે છે.
**
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની તમન્ના છે : દેવેન સવનીયા
કેડમસ સોઢા સ્કુલના વિધાર્થી સવનીયા દેવેન નરેશભાઇએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૬૫ પીઆર અને ૯૦.૧૪ ટકા સાથે સિઘ્ધી મેળવી છે, સ્કુલમાં સેક્ધડ આવ્યો છે, દેવેને વાતચીતમાં કહયું હતું કે, રેગ્યુલર ૩ થી ૪ કલાક અને પછી વધારાની કલાકો ફાળવી હતી, મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, અભ્યાસ સિવાય નવું જાણવાનો અને સ્પીકીંગ ઇંગ્લીશનો શોખ છે, મારી સફળતામાં સ્કુલ મેનેજમેન્ટ, શિક્ષકો અને પરિવારનો ફાળો રહેલો છે, મે પણ ધો. ૧૧ થી અહીં એડમીશન લીધુ હતું, વર્ષ દરમ્યાન થિયરી વિષયો પોઇન્ટવાઇઝ વાંચતો હતો અને અઘરા વિષયોમાં વધુ ઘ્યાન આપતો હતો, ટીપ્સ આપતા કહયુ હતું કે થિયરીકલ આપણી રીતે પણ લખી શકાય પરંતુ સબજેકટનો મેઇન કોન્સેપ્ટ જાળવી રાખી લેન્ગવેજ જે તે વિષય મુજબ રહેવી જોઇએ, જયારે એકાઉન્ટમાં ટેકસબુકને પ્રાયોરીટી આપવામાં આવે તો ચોકકસ સફળતા મળે છે. દેવેનના પિતા કારપેન્ટર છે અને માતા ગીતાબેન ગૃહીણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application