વિદેશ મંત્રી એસ જયશંકરે ચિંતા વ્યકત કરી છે અને ચેતવણી આપી છે કે એઆઈ અને ડીપફેક જેવી નવી ટેકનોલોજી રાષ્ટ્ર્રીય સુરક્ષા માટે ખતરો છે. તેમણે કહ્યું છે કે આ રાષ્ટ્ર્રીય સુરક્ષા માટે ખતરો છે. વિદેશ મંત્રીનું કહેવું છે કે સાયબર ડોમેન દ્રારા વિદેશી હસ્તક્ષેપના પ્રયાસો વધી રહ્યા છે.સલામતીનો અર્થ સરહદોની અને આતંકવાદથી સુરક્ષા પુરતો સીમિત નથી.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સાયબર ડોમેનથી ઉવતા જોખમોથી સાવધ રહેવાની જર છે. તેમણે કહ્યું કે યારે આપણે સુરક્ષા વિશે વિચારીએ છીએ, ત્યારે તે માત્ર સરહદોની સુરક્ષા અને આતંકવાદથી સુરક્ષા નથી, પરંતુ દૈનિક દિનચર્યામાં સુરક્ષા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નવી ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં અસરકારક સાબિત થાય છે. દેશના વિકાસમાં નવી ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ કયારેક તેનો દુપયોગ થાય છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ પણ બને છે. તાજેતરના સમયમાં ડીપફેક, એઆઈ તેનું મોટું ઉદાહરણ છે, જેનો સતત દુપયોગ થઈ રહ્યો છે. મોટા લોકો તેની અસરમાં આવી ગયા છે.
એક કાર્યક્રમમાં બોલતા, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સાયબર ડોમેનથી ઉવતા જોખમોથી સાવધ રહેવાની જર છે.દૈનિક દિનચર્યામાં સુરક્ષા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસોમાં જે ખતરો સતત વધી રહ્યો છે તે અત્યતં સંવેદનશીલ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ સ્પષ્ટ્રપણે કહેવા માંગે છે કે આજે આ દેશમાં (ભારત) અનેક રીતે વિદેશી હસ્તક્ષેપ વધી રહ્યો છે. મંત્રીએ કહ્યું કે સામાન્ય લોકો માટે એ સમજવું ખૂબ જ જરી છે કે દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે કારણ કે આજનો યુગ એઆઈ અને ડીપફેક જેવી નવી ટેકનોલોજીનો યુગ છે. આ કાર્યક્રમમાં જયશંકરને પૂછવામાં આવ્યું કે શું ભારત એક સર્વેલન્સ સ્ટેટ બની રહ્યું છે કારણ કે ભારતના સામાન્ય લોકોની સુરક્ષા સતત જોખમમાં મુકાઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે આ એક મોટી સમસ્યા છે, આ માત્ર દેખરેખનો પ્રશ્ન નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech