ખંભાળિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો: પોલીસની સૂચનાને અવગણીને નાસી છૂટેલા નંબર પ્લેટ વગરના બુલેટ ચાલકને પોલીસે દબોચી લીધો

  • December 11, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા - દ્વારકા ધોરી માર્ગ પર અત્રેથી આશરે ૨૨ કિલોમીટર દૂર બેહ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરના એક બુલેટ મોટર સાયકલના ચાલકને ટ્રાફિક પોલીસે અટકાવતા બુલેટ ચાલક પોલીસની સૂચનાને અવગણીને બેફીકરાઈપૂર્વક અને ભયજનક રીતે નાસી છૂટ્યો હતો. પરંતુ પોલીસે તેનો પીછો કરી અને ઝડપી પાડ્યો હતો.
જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક પત્રકાર સોસાયટીમાં રહેતો કિશન ઉર્ફે ક્રિષ્ના દેવાભા મકવાણા નામનો ૨૦ વર્ષનો હિન્દુ વાઘેર શખ્સ આ રીતના ડ્રાયવિંગ લાયસન્સ અને હેલ્મેટ પહેર્યા વગર પોલીસના ઈશારાને અવગણીને નાસી છૂટતા પોલીસે તેને ઝડપી લીધા બાદ તેની સામે આઈપીસી કલમ ૧૨૯, ૧૭૯ (૧), ૧૮૪, ૩-૧૮૧ વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application