અમદાવાદ ટૂંકા માર્ગને જોડતો નારી રોડ બિસ્માર

  • December 23, 2023 08:14 PM 

ભાવનગર શહેરના કુંભારવાડા અવાડા થી લઈને નારી દસ નાળા સુધીનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો. આ રોડ ભાવનગર-અમદાવાદ શોર્ટ હાઇવેને જોડતો બાયપાસ રોડ છે. જે રસ્તા પરથી દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે. ત્યારે રોડ પર બે-બે ફૂટ ઊંડા ખાડા પડી જવાને પગલે વાહનોને મોટી નુકસાની પહોંચે છે. જે અંગે ઝડપથી આ રોડ બનાવવાની વાહન ચાલકો દ્વારા માંગ કરાઈ હતી.

 ભાવનગર શહેરના કુંભારવાડા અવાડા થી લઈને 1દસ નાળા સુધીનો રોડ અત્યંત બીસમાર બનતા વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો. શહેરના પ્રવેશ દ્વારસમા ગણાતો કુંભારવાડા તરફ આવવાનો રસ્તો જે અમદાવાદ શોર્ટ હાઇવેને જોડતો બાયપાસ રોડ છે. સાથે જ આ રસ્તા પરથી ભાલ પંથકમાં પણ જવા માટે અનેક લોકો દિવસ દરમિયાન પસાર થાય છે. જ્યારે બીજી તરફ ભાવનગર શહેરના અલંગ ઉદ્યોગ માટેના મુખ્ય વિસ્તાર ગણાતા વિકટર અને વીઆઈપી સહિતના ડેલા કુંભારવાડામાં આવેલા હોવાને લઈને અહીંયા થી અલંગનો સામાન ભરેલા વાહનો પણ પસાર થાય છે. પરંતુ હાલ જે પ્રકારે અમદાવાદ શોર્ટ હાઇવેને મળતો બાયપાસ રોડ અત્યંત બિસ્માર અને રોડ પર બે-બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જેને પગલે વાહન ચાલકોને  મોટી નુકસાની ભોગવી પડે છે. એક તરફ કુંભારવાડા નારી રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિ દરમિયાન ખૂબ જ અંધારું હોય છે. જેના લીધે વાહન ચાલકોને બે ફૂટ થી વધુ ઊંડા ખાડા જ દેખાતા ન હોય અનેક અકસ્માતો સર્જાય છે. જ્યારે છ કિલોમીટરનો રોડ અત્યંત બિસ્માર બની ગયો હોવાથી આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અચાનક મોટા ખાડા આવી જતા વાહનોને મોટી નુકસાની પહોંચે છે. સાથે ભાલ તરફ 108 એમ્બયુલેન્સ કે ફાયર જેવી સુવિધા મળવી પણ મુશ્કેલ બને છે. જેને લઈને સ્થાનિક લોકો દ્વારા ઝડપથી રોડ કરવાની માંગ કરી હતી.

ભાવનગર શહેરના કુંભારવાડા અવાડા થી લઈને નારી દસ નાળા સુધીનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો. આ રોડ ભાવનગર-અમદાવાદ શોર્ટ હાઇવેને જોડતો બાયપાસ રોડ છે. જે રસ્તા પરથી દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે. ત્યારે રોડ પર બે-બે ફૂટ ઊંડા ખાડા પડી જવાને પગલે વાહનોને મોટી નુકસાની પહોંચે છે. જે અંગે ઝડપથી આ રોડ બનાવવાની વાહન ચાલકો દ્વારા માંગ કરાઈ હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application