પોરબંદરના કુતિયાણા નજીક આવેલા ચૌટા ગામે વર્ષ ૨૦૨૧ની સાલમાં એક નરાધમે મંદબુધ્ધિની યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતુ આ ગુન્હામાં તેને તકસીરવાન ઠરાવી એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટરની દલીલોને ગ્રાહ્ય રાખી પોરબંદર એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે ૧૫ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦ હજાર પિયાનો દંડ ફટકાર્યો છે.
વર્ષ ૨૦૨૧માં એક મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તે, તેનો પતિ અને તેનો પુત્ર મજૂરી કામે ગયા હતા અને પોતાની મંદબુધ્ધિની દીકરી(ભોગ બનનાર) ઘરે એકલી હોય અને સાંજના સમયે ઘરે પરત આવતા મંદબુધ્ધિની દીકરીએ જણાવેલ કે બપોરના અરસામાં પોતે ઘરે કપડા ધોતી હતી ત્યારે પડોશમાં રહેતો રમેશ મુળુભાઇ સોલંકી વંડી ઠેકી આવેલ અને તેણીનો હાથ પકડી ઘરમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધી મારી નાખવાની ધમકી આપી ખોટુ કામ કરેલ હોય જે અંગેની ભોગ બનનારની વિગતવારની વાત પોતાની માતાને કહેતા તેણીની માતાએ ઘરના સભ્યોને બનાવ અંગે જાણ કર્યા બાદ આરોપી વિરુધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ધોરણસર થવા વિગતવારની ફરીયાદ આપેલ, ફરીયાદ આપ્યા બાદ પોલીસ દ્વારા આરોપી રમેશ મુળુભાઇ સોલંકીની ધરપકડ કરી, ભારતીય દંડસંહિતાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરેલ અને લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઇ આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોય ચાર્જશીટ કરેલ હતુ.
ત્યારબાદ આ કામમાં ફરિયાદપક્ષે સરકારી વકીલ એ.જે.લીલા એડી. પી. પી.એન્ડ એ.જી.પી. દ્વારા કોર્ટમાં ૨૨ જેટલા મૌખિક સાહેદોનો પુરાવો તેમજ આશરે ૩૪ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ રાખેલ. ત્યારબાદ પ્રોસીકયુશન પક્ષે મૌખિક દલીલ કરી જણાવેલ કે આરોપીએ ફરીયાદીની ભોગ બનનાર દીકરી મંદબુધ્ધિની હોવાનુ જાણતો હોવા છતા તેણીની એકલતા તથા અણસમજતાનો લાભ લઇ મારી નાખવાની ધમકી આપી જબરજસ્તીથી દુષ્કર્મ આચરેલ હોય અને આવા સંજોગોમાં ગુન્હાની ગંભીરતા વધી જાય છે અને ફરીયાદપક્ષે સરકાર દ્વારા રજૂ રાખવામાં આવેલ પુરાવા પરથી ભોગ બનનાર મંદબુધ્ધિની હતી અને તેણીની ઉપર કરવામાં આવેલ દુષ્કર્મ પુરવાર કરેલ હોય સમાજમાં આ પ્રકારના બનાવો બનતા અટકે જેથી આરોપીને તકસીરવાન ઠરાવવા માટે દલીલ કરવામાં આવેલ. બન્ને પક્ષોની દલીલોના અંતે સરકાર પક્ષે એડી.પી.પી. અનિલ લીલાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી રમેશ મુળુભાઇ સોલંકી રહે. ચૌટા, તા: કુતિયાણા, જી. પોરબંદરવાળાને એડી. ડિસ્ટ્રીકટ એન્જ સેશન્જ જજ કે.એ. પઠાણની કોર્ટ દ્વારા ભારતીય દંડ સંહિતની કલમ મુજબ દુષ્કર્મના ગુનામાં તકસીરવાન ઠરાવી મુખ્ય સજા પે ૧૫ વર્ષની સખત કેદની સજા તથા જુદી જુદી કલમો હેઠળ કુલ ા. ૨૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech