દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટકમાં ડેરી ઉત્પાદનો માટે 'નંદિની' એક વિશ્વસનીય નામ છે. નંદિની દૂધ અને ઘીની ઉચ્ચ ગુણવત્તા માટે પ્રખ્યાત છે, અને દક્ષિણ ભારતમાં તેની ખૂબ માંગ છે. વર્ષોથી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ માટે નંદિની બ્રાન્ડનું ઘી પણ પ્રથમ પસંદગી રહ્યું છે.
લાંબા ગાળાના ઘીનો પુરવઠો
ઘીની નંદિની બ્રાન્ડે 2013 અને 2018 વચ્ચે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને લગભગ 4,000 મેટ્રિક ટન ઘી સપ્લાય કર્યું હતું. 2019માં પણ લગભગ 1,170 ટન ઘી મોકલવામાં આવ્યું હતું. પરંતુ 2020 થી તિરુપતિ દેવસ્થાનમમાં નંદિનીનું ઘી બંધ કરવામાં આવ્યું હતું. કારણ કે નંદિનીએ ઘીના ભાવમાં વધારો કર્યો હતો અને તેથી કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને ગયો હતો.
ભેળસેળ વિનાની ગુણવત્તા
કર્ણાટક મિલ્ક ફેડરેશનના અધિકારીઓ દાવો કરે છે કે નંદિની બ્રાન્ડ ઉત્પાદનોની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરતુ નથી. એમએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "નંદિનીના ઘીમાં ભેળસેળની કોઈ શક્યતા નથી હવે અમને ફરીથી તેને ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે."
સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાના પગલાં
તિરુપતિ મોકલવામાં આવતા ઘીમાં ભેળસેળ કે કોઈપણ પ્રકારની છેડછાડની શક્યતાને સંપૂર્ણપણે ખતમ કરવા માટે નંદિનીએ ખાસ તકેદારી રાખી છે. આ માટે નંદિનીએ ઘી સપ્લાય કરતા ટેન્કરોમાં જીપીએસ અને ઈલેક્ટ્રોનિક લોકીંગ સિસ્ટમ લગાવવાનું આયોજન કર્યું છે. આ ટેક્નોલોજી એ સુનિશ્ચિત કરશે કે ટેન્કર સપ્લાય કરતી વખતે કોઈપણ પ્રકારના ચેડાં ન થાય.
બેંગલુરુમાં નંદિનીના હેડક્વાર્ટર માથી જીપીએસ દ્વારા ટેન્કરો પર નજર રાખશે. ટેન્કરોમાં લગાવવામાં આવેલ ઈલેક્ટ્રોનિક લોક હેડક્વાર્ટર દ્વારા જારી કરવામાં આવેલા OTP દ્વારા જ ખોલી શકાય છે, જેના કારણે કોઈપણ પ્રકારની ભેળસેળ અથવા અનિચ્છનીય દખલગીરીની શક્યતા રહેશે નહીં. નંદિનીના ઉત્પાદનોની ગુણવત્તા અને વિશ્વસનીયતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
નંદિનીનું વિસ્તરણ
કર્ણાટક સરકાર દ્વારા 1974માં સ્થપાયેલ કર્ણાટક મિલ્ક ફેડરેશન હવે એક સમૃદ્ધ ફેડરેશન બની ગયું છે. 'નંદિની' બ્રાન્ડે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે. નંદિની હવે ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટની સત્તાવાર સ્પોન્સર છે અને તે સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમની જર્સી સ્પોન્સર પણ બની ગઈ છે.
નંદિની બ્રાન્ડની આ વધતી જતી લોકપ્રિયતા અને વિસ્તરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રાન્ડ તેની ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો માટે જ જાણીતી નથી પરંતુ તેની જવાબદારી અને પારદર્શિતા જાળવવા માટે ઘણા નક્કર પગલાં પણ લીધા છે. તિરુપતિ દેવસ્થાનમ સાથે ફરી જોડાયા બાદ માર્કેટમાં નંદિનીની પકડ વધુ મજબૂત બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech