ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવકે કર્યા શારીરિક અડપલા, પોલીસે મુંબઈ જતી ટ્રેનમાંથી આરોપીને દબોચ્યો

  • August 28, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉમરગામના વોર્ડ નંબર સાતના દેવધામ વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે  મુસ્લિમ યુવકે શારીરિક અડપલા કર્યા હતા. આ યુવાન બાળકીના પિતા સાથે કામ કરતો હતો, અને યુવાને તકનો લાભ લઈને બાળકીને અડપલા કર્યાં હતા. આ કૃત્ય કર્યા બાદ યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે બાળકીએ રડતાં રડતા સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. પરિવારે તુંરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.



યુવાનને મુંબઈ જતી ટ્રેનમાંથી પોલીસે દબોચ્યો



પોલીસને બાતમી મળી હતી કે, આ યુવાન મુંબઈ ભાગવાની તૈયારી કરી રહ્યો છે, પોલીસે મુંબઈ જતી ટ્રેનમાંથી જ તેને દબોચ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. વાત ધ્યાનમાં આવતાં જ લોકોમાં આક્રોશનો માહોલ છવાયો હતો.



ટોળાએ ગાંધી વાડીના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનોમાં કરી તોડફોડ



ટોળાએ ગાંધી વાડીના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનોમાં તોડ઼ફોડ઼ કરી હતી તો ક્યાંક આગ પણ લગાવી દેવામાં આવી હતી. લોકોના ટોળા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા, પોલીસ સ્ટેશનની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મોડી રાત સુધી તોડફોડ કરી

પોલીસની સમજાવાટ બાદ પણ પરિસ્થિતિ કાબૂ બહાર થઈ હતી.  ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મોડી રાત સુધી તોડફોડ કરી હતી. બીજી તરફ ઉમરગામ પાલિકા વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુ સર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application