જામનગરના મારામારીના કેસમાં સાક્ષી બનનાર યુવાન પર ખૂની હુમલો

  • September 11, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર સામે ફરિયાદ : અગાઉના હુમલામાં બચી ગયેલી યુવતી પર ફરીથી છરીબાજી

જામનગરમાં રેલ્વે કોલોની નજીક સિદ્ધાર્થ નગર શેરી નંબર- 4માં આજથી 4 મહિના પહેલા એક યુવતી પર હુમલો કરાયો હતો. જેમાં બચી ગયેલી યુવતી પર ગઈકાલે ફરીથી ત્રણ મહિલા સહિતના ચાર શખ્સો હુમલો કર્યો છે. ઉપરાંત તેમાં સાક્ષી બનનાર યુવાન પર પણ હુમલો કરી ખુનની કોશિશ કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

જામનગરમાં સિદ્ધાર્થ નગર શેરી નંબર -4માં રહેતી હીનાબેન દેપાર મકવાણા નામની 46 વર્ષની મહિલા પર આજથી ચારેક મહિના પહેલાં તે જ વિસ્તારના રહેતા રામીબેન ધનજીભાઈ પરમાર,કાનો ઉર્ફે ભૈયો ધનજીભાઈ પરમાર, રીનાબેન ધનજીભાઈ પરમાર અને જોસનાબેન ધનજીભાઈ પરમાર રહે. બધા દિગ્જામરોડ સિઘ્ધાર્થનગર-4ની સાથે ઝઘડો થયો હતો, અને આરોપીઓએ છરી વડે હુમલો કરી દીધો હતો, જે મામલે અગાઉ પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી, અને કોર્ટ કેસ ચાલી રહયો છે. જે કોર્ટ કેસ પાછો ખેંચવાના મામલે તેમજ ફરીથી હીનાબેન કોર્ટ સુધી પહોંચે નહીં તે ઇરાદે ચારેય આરોપીઓએ ફરીથી હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ ઉપરાંત સિદ્ધાર્થનગરમાં જ રહેતો ઋત્વિક ઉર્ફે રાહુલ સુરેશભાઈ વરણ નામનો 18 વર્ષનો યુવાન કે જે હીનાબેન વતી જામનગરની અદાલતમાં સાક્ષી બન્યો હતો. જે માં સાક્ષી તરીકે હાજર નહીં રહેવાના મામલે તકરાર કરી ચારેય આરોપીઓએ રાહુલ પર છરી- ધોકા-પાઇપ વડે હુમલો કરી દેતાં તેને જીવલેણ ઇજા થઈ હતી, અને તેની હત્યાની કોશિશ કરવામાં આવી હતી.

જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસે હત્યા પ્રયાસ અંગેની કલમ 307 સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત હીનાબેન તથા ઋત્વિક બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જયારે ફરારી આરોપીઓને પોલીસ શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application