હળવદમાં પ્રેમલગ્નનો ખાર રાખી કોર્ટ મુદતે બે ભાઈઓ પર ખૂની હુમલો

  • December 27, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ ના ન્યાયાલય નજીક મારામારીના બનાવમાં મુદત માટે આવેલ બે યુવાનો પર છરી, ધારિયા વડે હુમલો કરાયાનો બનાવ બન્યો છે. આ ભોગ બનનાર ના કહેવા મુજબ ફાયરીંગ કરવામાં આવ્યું છે તેવું પણ જણાવવામાં આવ્યું છે.જેમાં પ્રેમ પ્રકરણ માં ફાયરીંગ થયાની ચર્ચા છે સાથે જ આ ફાયરીંગ કરનાર હત્યાના ગુનામાં નાસતો ફરતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.


હળવદ મામલતદાર ઓફીસ નજીક બે પક્ષો વચ્ચે બઘડાટી બોલી હતી.જ્યાં હળવદ મામલતદાર ઓફીસ નજીક મુદત પૂર્ણ કરીને બહાર નીકળેલા બે લોકો ઉપર ૨થી ૩ જેટલા શખ્સોએ હીંચકારો હુમલો કર્યો હતો. અને ધોળે દિવસે બંદૂક તાકી ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ બનાવમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હળવદ ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધું સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા,આ બનાવની જાણ થતા હળવદ પી આઈ  ડી.એમ.ઢોલ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. આરોપી ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


હુમલા ખોરે બંદૂક તાકી તેમજ છરી વડે હુમલો કરાયો છે જેની ગંભીરતાને પગલે હળવદ પોલીસ સહિત મોરબી જીલ્લ ા ની સમગ્ર પોલીસ ના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે ઉલ્લ ેખનીય છે કે મોરબી ના ઉચ્ચ અધિકારી પણ જોગાનું જોગ હળવદ પોલીસ સ્ટેશન ની મુલાકાત હતા.તે દરમ્યાન જ બનાવ બન્યો  હતો.ત્યારે હળવદ પોલીસ મથકે  ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે  પહોંચીયા તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ  શરૂ કરવામાં આવ્યો હતો.


આ અંગેની વિગત મુજબ હળવદ મામલતદાર ઓફીસ અને  કોટ નજીક  બે પક્ષો વચ્ચે બઘડાટી બોલવાની ઘટના બની હતી.જ્યાં હળવદ મામલતદાર ઓફીસ નજીક મુદત પૂર્ણ કરીને બહાર નીકળેલા બે ભાઈઓ પર ઉપર ૨થી૩  જેટલા શખ્સોએ હીંચકારો હુમલો કર્યો હતો. અને ધોળે દિવસે બંદૂક તાકી ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ બનાવમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં બે  ભાઈઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હળવદ ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં થી વધું સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.


ધટનાની જાણ થતા તાત્કાલિક હળવદ ઈનચાર્જ પીઆઇ ડી એમ ઢોલ તથા્ મોરબી એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
 હળવદ કોર્ટ માં  મુદત પૂરી કરી બન્ને ભાઈઓ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે બે શખ્સોએ કાર લઈને આવી યુવકને છરી વડે ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાના ઇરાદે પિસ્તોલ કાઢી ફાયરીંગ કરવાની કોશિશ કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.


નવા દેવળીયા ગામે રહેતા અને હાલ જામનગર ગોકુલનગર સાયોના શેરી નં -૦૨ નાગજીભાઈ સુરેશભાઈ ધારવીયાના મકાનમાં રહેતા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમાર (ઉ.વ.૨૭) એ આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા તથા પ્રેમ ઉર્ફે કાનો રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભોરણીયા રહે બંને. જુના દેવળીયા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીએ આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય તેનાથી નારાજ થઈ પ્રેમ લગ્ન બાબતની અદાવત રાખીને ફરીયાદી તથા ઈજા પામનાર પંકજસિંહ દશરથસિંહ પરમાર તથા અન્ય સાહેદ હળવદ કોર્ટ મુદત પૂરી કરી મોટરસાયકલ લઈ જતાં હતા ત્યારે બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કરેલ જેમાં આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈએ ફરીયાદીને ડાબી બાજુ પેટના પડખામાં છરીના બે ઘા તથા આરોપી પ્રેમ ઉર્ફે કાના એ છરીનો પીઠના ભાગે એક ઘા મારી ગંભીર ઈજાઓ કરી તેમજ ફરીયાદીના ભાઈ પંકજસિહ દશરથસિહ પરમારને પણ પેટના ભાગે તથા શરીરે બંને જણાએ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ કરેલ અને આરોપી રાજેશભાઈએ ફરીયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે પિસ્તોલ બતાવી ફાયરીગ કરવાનો પ્રયત્ન કરતા જે ફરીયાદીએ ઝૂટવી લેતા બન્ને આરોપીઓ સ્થળ પરથી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રદ્યુમનસિંહ એ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૦૭,૧૧૪ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી) (એ),૨૭, ૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી  હળવદ ઈનચોજ પીઆઇ ડી એમ ઢોલ ચલાવી રહ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application