મહાપાલિકાનું સર્વર ડાઉન; કરદાતાઓમાં દેકાર

  • April 12, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાનું ઘોડું કાયમ દશેરાએ નહીં દોડવા માટે જાણીતું છે, એક તરફ લોકસભા ચૂંટણીની આચારસંહિતા વેળાએ પદાધિકારીઓ પ્રચારમાં વ્યસ્ત બનતા સ્ટાફ માટે ગુ ગયા ગોકળ અને ચેલાને થઇ મોકળ જેવી સ્થિતિ સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન આજે સવારે ખુલતી કચેરીએ મહાનગરપાલિકાનું સર્વર ડાઉન થતા ઓનલાઇન વેરો ભરી શકાતો ન હોય કરદાતાઓ કચેરીમાં બ ઉમટી પડતા સિવિક સેન્ટરમાં અંધાધૂંધી થઇ ગઇ હતી અને મ્યુનિ.વિજિલન્સ પોલીસનો બંદોબસ્ત મુકવો પડો હતો.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે વેરાવળતર યોજનાનો લાભ લેવા માટે એડવાન્સ વેરો ભરવા આવેલા પ્રમાણિક કરદાતાઓએ જણાવ્યું હતું કે આજે સવારથી તેઓ ઓનલાઇન મિલકત વેરો ભરવા માટે પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ કોઇ પણ કારણોસર વેરો ભરી શકાતો ન હતો તેથી તેઓ બ કચેરીએ આવી પહોંચ્યા હતા પરંતુ ત્યાં પણ કરદાતાની લાંબી લાઈન નજરે પડી હતી. દરમિયાન એવું માલુમ પડું હતું કે આજે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન એક કલાક સુધી કોઈ ટેકનીકલ ફોલ્ટ સર્જાતા સર્વર ડાઉન થઈ ગયું હતું જેના લીધે ઓનલાઇન ટેકસ પેમેન્ટ થઈ શકતું ન હતું. બીજી બાજુ આ મામલે સંબંધિત અધિકારીઓનો સંપર્ક સાધતા તેમણે સબસલામત હોવાનો દાવો કર્યેા હતો. મહાનગરપાલિકાની કોમ્પ્યુટર સિસ્ટમના સર્વર ડાઉન થતા ફકત ટેકસ બ્રાન્ચ નહીં પરંતુ સિવિક સેન્ટર ઉપરાંત જન્મ મરણ નોંધણી આધારકાર્ડ કેન્દ્ર તેમજ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં નવા પ્લાન ઇનવર્ડ કરવા સહિતની તમામ ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application