રાજકોટ રેલવે જંકશન સ્ટેશનમાં મહાપાલિકાએ સ્વચ્છતા ઝુંબેશ ચલાવી, ત્રણ ટન કચરો મળ્યો !

  • November 08, 2023 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત આજે રેલવે જંકશન સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ ચલાવતા સ્ટેશનની અંદરથી ત્રણ ટન કચરો નીકળ્યો હતો. તદઉપરાંત સમગ્ર શહેરમાં જાહેરમાં કચરો ફેંકતા 34ને દંડ કરાયો હતો. 7.6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. એન્ટ્રી પોઇન્ટ્સથી 2.2 ટન કચરો અને 107 ગંદકીના ન્યુસન્સ પોઇન્ટ્સથી 25 ટન કચરાનો નિકાલ કરાયો હતો.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15 ઓક્ટોબરથી તા.16 ડિસેમ્બર દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે વેસ્ટર્ન રેલ્વેના સહયોગથી રાજકોટ રેલવે જંકશન સ્ટેશન ખાતે સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી જેમાં રાજકોટ રેલવે જંકશન સ્ટેશન ઉપર સઘન સફાઈ કરી 3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં કોર્પોરેટર અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, પયર્વિરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પયર્વિરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા, વોર્ડ ઓફિસર નીલમ બેલીમ, વોર્ડ 3ના એસ.આઈ, એસ.એસ.આઈ સહિતનો સ્ટાફ અને સ્ટેશન માસ્ટર સહીત 28 રેલ્વે સ્ટાફ સભ્યો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application