મ્યુ. ઓફિસર્સ એસોસીએશની પ્રથમ વખતની ચૂંટણીમાં આસી. કમિશ્નર પ્રમુખ હિરપરા

  • August 22, 2024 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મહાનગર પાલિકાના ઓફિસર્સ એસોસીએશનની પ્રથમ વખત ચૂંટણી થઈ હતી. જેમાં બે ડોકટર અધિકારીની પ્રમુખ પદે દાવેદારી થઈ હતી. ૯૯ પૈકી ૭૮ મતદાન થતા વિજેતા ૫૧ મતથી ડો. હિરપરાને પ્રમુખપદે જાહેર કરાયા હતા. મહાનગર પાલિકામાં દાયકાઓથી ક્યારેક ઓફીસર્સ એસોસીએશનની ચૂંટણી થઈ નથી. અત્યાર સુધી વી. એન. પંડિતને પ્રમુખ તરીકે તાજ પહેરાવેલો હતો. તે નિવૃત્ત થઈ ગયા હતા. હવે અધિકારીઓએ ફરી એસોસીએશન કાર્યરત કરવા પ્રમુખની ચૂંટણી કરી હતી, ચૂંટણી અધિકારી તરીકે પથુભા રાણાએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુલ ૯૯ મતદારો નોંધાયા હતા. જે પૈકી કુલ ૭૮ અધિકારીઓએ મતદાન કર્યુ હતું. જેમાં વિજેતા ઉમેદવાર ઉમેદવાર ડો. મહેશભાઈ હિરપરાને ૫૧ મત તથા હરીફ ઉમેદવાર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોકટર દિવ્યરાજસિંહ ચુડાસમાને ૨૭ મત મળ્યા હતા, જેથી આસી. કમિશનર ડો. મહેશ હિરપરાને પ્રમુખ પદે ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application