જીયાણામાં જમીન પચાવવાના પ્રયાસમાં ચુનારવાડમાં રહેતા માતા–પુત્રની ધરપકડ

  • September 30, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ તાલુકાના જીયાણા ગામે જમીન કૌભાંડ આચર્યા અંગેની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલાના પતિના અવાસન બાદ તેમની વારસાઇ જમીનને લઇ પુત્ર ૭૧૨ નો દાખલો કઢાવવા જતા ખાતેદાર તરીકે અન્યના નામ નીકળ્યા હતાં.એટલું જ નહીં અને મહિલા અને તેના પુત્રનું ખોટુ પાનકાર્ડ લગાવી દસ્તાવેજ બનાવ્યો હોવાનું માલુમ પડયું હતું.જેથી મહિલાએ બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી ચુનારાવાડમાં રહેતા માતા–પુત્રની ધરપકડ કરી હતી.જયારે આ જમીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મવડીનાં મૌલિક પાર્ક શેરી નંબર ૩માં રહેતા વિલાસબેન મનસુખભાઇ પાનસુરીયા (ઉ.વ.૪૫)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યું છે કે, જીયાણા ગામનાં મનસુખભાઈ સાથે તેમનાં ૨૦૦૦ની સાલમાં લ થયા હતા. દામ્પત્યજીવન દરમિયાન પુત્ર ભૌતિકની પ્રાિ થઇ હતી. તે વખતે તે મોરબી રોડ પરની ઉત્સવ સોસાયટીમાં રહેતા હતા. ૨૦૦૮માં તેના પતિ મનસુખભાઇનું હાર્ટએટેકથી અવસાન થતા ૨૦૦૯માં તેણે હસમુખ ડાયાભાઈ હિરપરા સાથે આર્ય સમાજની વિધિથી બીજા લ કર્યા હતાં.
તેના પહેલા પતિ મનસુખભાઈની જમીન જીયાણામાં આવેલી છે. જે જમીન તેના સસરા પરસોતમભાઈ પાનસુરીયાના નામે હતી. જેમાં વારસદાર તરીકે તેના સાસુ જયાબેન, તેના પતિ મનસુખભાઇ, દિયર સુરેશભાઈ, સુમિતાબેન હેમંતભાઇ સાકરીયા (રહે. હાલ સુરત) અને તેનું નામ હતું. ૨૦૦૭ની સાલમાં તેના સસરાએ બંને પુત્રોને ભાગે પડતી જમીન વાવવા આપી દીધી હતી. એટલું જ નહીં બંને પુત્રોના જુદા–જુદા ખાતા પાડી આપ્યા હતાં. બંને પુત્રોના નામે ૧૦–૧૦ વીઘા જમીન હતી. તેના પતિના નામે આવેલી જમીનમાં વારસદાર આંબામાં તેનું અને પુત્ર ભૌતિકનું નામ છે.
૨૦૦૮માં તેના પતિ મનસુખભાઈના અવસાન બાદ તેના પુત્ર ભૌતિકની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યારે તેનું અને પુત્રનું નામ જમીનમાં ચડાવવાનું કુટુંબીજનોએ નક્કી કયુ હતું. જેના પગલે ૨૦૨૩માં તેનું અને પુત્રનું નામ ચડાવ્યું હતું. તેનો પુત્ર ભૌતિક ગઇ તા. ૭ ઓગસ્ટનાં રોજ જમીનનાં ૭૧૨, ૮–અનાં દાખલા કઢાવવા જતાં ખાતેદાર તરીકે પ્રવિણ લાલજીભાઈ દડૈયા અને અમિત પ્રવિણભાઈ દડૈયાના નામ નીકળ્યા હતાં. આ બન્નેને તેઓ ઓળખતા નથી. હાલ કયાં રહે છે, તેની પણ ખબર નથી. એટલું જ નહીં તેના પુત્ર ભૌતિકે દસ્તાવેજની નકલ ઓનલાઇન કઢાવી હતી.
જેમાં ફરિયાદીનું ખોટુ પાન કાર્ડ લગાવેલું હતું. જેમાં તેનું અને પુત્રનું નામ લખેલું હતું પરંતુ ફોટો તેમનો ન હતો, પાન કાર્ડ પણ તેમના ન હતાં.દસ્તાવેજમાં તેના અને પુત્રના ખોટા ફોટા લગાવેલા હતા. સહીઓ પણ ફરિયાદી કે પુત્રની ન હતી. દસ્તાવેજમાં જમીન લેનાર તરીકે પ્રવિણ અને અમિત દડૈયાનો તથા સાક્ષી તરીકે વિપુલ પરસોત્તમ ચૌહાણ (રહે. ગોવિંદનગર, મોચીનગર)ના નામ હતાં.
આ બધાને તેઓ ઓળખતા પણ નથી. આ દસ્તાવેજ રાજકોટ ગ્રામ્ય સબરજીસ્ટ્રાર કચેરી ખાતે ગઇ તા. ૨૫–૬–૨૦૨૪નાં રોજ રજીસ્ટર્ડ થયો હતો.જેથી આ જમીન કૌભાંડ અંગે તેમણે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના પગલે એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ ગામીતની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી ચુનારાવડામાં રહેતા હંસાબેન રણજીત ધાંધલ અને પુત્ર પ્રદીપની ધરપકડ કરી હતી.જયારે કૌભાંડમાં મુખ્ય સુત્રધાર અન્ય કોઇ હોય તેન ઝડપી લેવા તપાસ યથાવત રાખી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News