ભારતમાં મોટાભાગના લોકો ઓનલાઈન સમાચાર જોવાનું પસંદ કરે છે જાણો કઈ ભાષાના સમાચાર જોવાય છે સૌથી વધુ?

  • May 05, 2023 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે. ભારતમાં અડધાથી વધુ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ સમાચાર વાંચવા અને જોવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને જેમાંથી અડધા લોકો સમાચારમાં વિશ્વસનીયતા ને મહત્ત્વનું પરિબળ માને છે. મીડિયા કંપની કંતાર અને ગૂગલે ગઈકાલે સંયુક્ત રીતે એક રિપોર્ટજાહેર કર્યો છે જેમાં આ અનુમાન રજૂ કરવામાં આવ્યું છે.



પ્રાપ્ત માહિતી મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં સમાચારમાં વધુ લોકો રસ ધરાવે છે જે 63 ટકા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં તે માત્ર 37 ટકા છે. રિપોર્ટમાં અનુસાર, ભારતીય ભાષાઓમાં 52 ટકા ઈન્ટરનેટ યુઝર્સ વિવિધ વેબસાઈટ્સ, ન્યૂઝ એપ્સ, વોટ્સએપ મેસેજ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, અને યુટ્યુબ વગેરે પર ઓનલાઈન સમાચાર જુએ છે અને વાંચે છે.
48 ટકા લોકો માને છે કે ઓનલાઈન માધ્યમએ ટીવી ચેનલો કરતાં વધુ લોકપ્રિય છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતમાં 7 અબજ ઇન્ટરનેટ યુઝર્સ છે. આ રીપોર્ટ તૈયાર કરવા લગભગ 4,600 લોકો સાથે વાત કરી અને ડિજિટલ માધ્યમ પર આઠ ભારતીય ભાષાઓમાં સમાચાર જોવાની તેમની સમજને વધારવા માટે 14 રાજ્યોના 16 શહેરોમાં 64 ચર્ચા સત્રો યોજવામાં આવ્યા હતા 


લોકોને ઓનલાઈન સમાચારમાં વિડીયો સૌથી વધુ પસંદગી છે, ત્યારબાદ વાંચન અને પછી સાંભળવુંનું પસંદ પડે છે. બંગાળીમાં સૌથી વધુ 81 ટકા વિડિયોની માંગ, ત્યારબાદ તમિલ 81 ટકા, તેલુગુ 79 ટકા, હિન્દી 75 ટકા, ગુજરાતી 72 ટકા, મલયાલમ 70 ટકા, મરાઠી તેમજ કન્નડ 70 ટકા વિડિયોની માંગ છે. 
ઓનલાઈન સમાચાર સૌથી વધુ યુટ્યુબ પર 93 ટકા સાથે ટોચ પર છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર 88 ટકા, સર્ચ એન્જિન પર 61 ટકા, ન્યૂઝ પબ્લિશર એપ્લિકેશન્સ અથવા વેબસાઇટ્સ પર 45 ટકા, ઓડિયોના સમાચાર પર 39 ટકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application