રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો : આ વિસ્તારમાં પોરાનાશની કામગીરી કરાઇ

  • June 23, 2023 10:33 AM 


હવે ચોમાસાની ઋતુ આવવાની તૈયારી છે. ત્યારે એ પહેલા જ રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગ વધ્યા છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખાએ કામગીરી શરૂ કરી છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ 6 વોર્ડમાં પોરાનાશકની કામગીરી કરવામાં આવી આવી છે. જેમાં મેલેરિયા ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી. પાણીમાં દવા નાખવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.
​​​​​​​


રાજકોટના આ વિસ્તારમાં પોરાનાશની કામગીરી

લક્ષ્મીનગર, આલાભાઈ ભટ્ટી વિસ્તાર, છોટુનગર, મફતિયા પરા, રેલનગર સહિતના સહિતના વિસ્તારોમાં પોરા નાશની કામગીરી કરાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application