સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરુપે રવિવારે રાજ્યમાં ૫૧ સ્થળોએ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે તાલીમ

  • June 08, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૭ મેડીકલ કોલેજ અને અન્ય ૧૪ સ્થળો પર રપ૦૦ થી વધુ ડોકટરોને અપાશે પ્રેકટીકલ તાલીમ

પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-તાલીમ આપવામાં આવશે.  
આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા ની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. જે રાજ્યના જુદા જુદા ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન આ તાલીમ યોજાશે.
આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર, ભાજપાના ડોક્ટર સેલની ટીમ અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે.  તેમજ ૫૫,૦૦૦ થી વધારે પોલીસ કર્મીઓ અંગદાનની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે.
આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી,મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, ભાજપ ડોકટર સેલ ના ડો. અતુલ વેકરીયા સહિત જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઉપસ્થિત રહેશે.  ડોકટર સેલ (સૌરાષ્ટ્ર)ના કનવિંનર ડો અતુલ વેકરીયા તથા ભાજપ મીડિયા વિભાગ કનવીનર ભાર્ગવ ઠાકરની સયુંકત અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application